વાંકાનેર : વાંકાનેર બાઉન્ડ્રીના પુલ નીચેથી વાંકાનેર તાલુકા પોલીસે દેશી બનાવટની રિવોલ્વર સાથે હાલમાં વાંકાનેરના નવા ઢુવા ગામે રહેતા એક શખ્સને ઝડપી લઈ આર્મ્સ એકટ મુજબ કાર્યવાહી કરી હતી…



મળેલ માહિતી મુજબ વાંકાનેર તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન રાજકોટ – ચોટીલા નેશનલ હાઈવે ઉપર વાંકાનેર બાઉન્ડ્રીના પુલ નીચેથી આરોપી અરવિંદસિંહ ઉર્ફે એડો ઉર્ફે એડી મહિપતસિંહ ગોહિલ રહે. હાલ નવા ઢુંવા મૂળ રહે.ભડલી ગામ તા. સિહોર, જિલ્લો ભાવનગર વાળાને દેશી બનાવટની રિવોલ્વર કિંમત રૂપિયા 5000 સાથે ઝડપી લઈ આર્મ્સ એકટ અન્વયે કાર્યવાહી કરી હતી…
