વાંકાનેર: ગ્રીનચોક ગાંજા ગલ્લીમા વર્લી ફીચરના આંકડા લખતા એક શખ્સને પોલીસ ખાતાએ પકડેલ છે…
પોલીસ સ્ટેશનેથી મળેલ માહિતી અનુસાર પોલીસ ખાતાને બાતમી મળેલ કે યુશુબ યાકુબભાઈ ભટ્ટી (રહે. નવાપરા પેટ્રોલ પંપ પાસે રહેતા વાંકાનેર) ભુખરા કલરનો ચેક્સ વાળો શર્ટ પહેરેલ વાંકાનેર ગ્રીનચોક ગાંજા ગલ્લીમા વર્લી ફીચરના આંકડા લખી પૈસાની હારજીતનો જુગાર રમી રમાડે છે, જ્યાં 
પહોંચી તેને કોર્ડન કરી તેની પાસેની ચીઠીમા જોતા વર્લી ફીચરના આંકડા “”કલ્યાણ ઓપ” ના આંકડા લખેલ હતા, તેમજ તેની અંગ ઝડતી કરતા રોકડા રૂ. ૬,૧૭૦/- તપાસ અર્થે કબ્જે કરેલ છે અને ગુન્હો જુ.ધા. કલમ-૧૨(અ) મુજબ નોંધેલ છે….
