વીસીપરાનો યુવાન એકલો દવાખાને જતા
વાંકાનેર: મિલ પ્લોટ ચોક પાસે એક યુવાન વર્લીફીચરના આંકડા લખતા અને વીસીપરાનો યુવાન એકલો દવાખાને જતા પોલીસ ખાતાને જાણ કરાઈ હતી…


જાણવા મળ્યા મુજબ ડબલ ચાલી મિલ પ્લોટ વાંકાનેરમાં રહેતો નરેશ પ્રેમજીભાઈ બાવળીયા (ઉ.40) મિલ પ્લોટ ચોક પાસે જાહેર ખુલ્લી જગ્યામાં નસીબ આધારીત વર્લીફીચરના આંકડા લખી હારજીતનો જુગાર રમી-રમાડતા રોકડા રૂા. ૧૦,૦૯૦/- ના મુદ્દામાલ સાથે મળી આવતા ગુન્હો જુગાર ધારા કલમ ૧૨(અ) મુજબ નોંધાયો છે


વીસીપરાનો યુવાન એકલો દવાખાને જતા
વાંકાનેરના વીસીપરા વિસ્તારમાં રહેતા જીતેન્દ્રભાઈ પ્રેમજીભાઈ અઘારા નામના ૨૯ વર્ષના યુવાનને ૧૦૮ વડે વાંકાનેરની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો અને ત્યાં પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે તેને મોરબીની સિવિલ હોસ્પિટલે લઇ જવામાં આવેલ હતો, તેને બીમારી હોય અને તેના વાલીવારસો સાથે ન હોય પોલીસને જાણ કરવામાં આવી હતી…
