રાણેકપરના પાટિયા પાસે અને લજાઇની સીમમાં હડમતીયા રોડ પર આવેલ સ્પા સંબંધિત કાર્યવાહી
વાંકાનેર: સરતાનપર ચોકડી પાસેથી એક શખ્સને વરલીના આંકડા લખતા અને મોરબી હાઇવે પર રાણેકપરના પાટિયા પાસે આવેલ કોમ્પ્લેક્સમાં સ્પા સંચાલક અને લજાઇની સીમમાં હડમતીયા રોડ પર આવેલ સ્પા ના દુકાનના માલિકે જાહેરનામાનો ભંગ કરતા પોલીસ કાર્યવાહી કરી છે….
જાણવા મળ્યા મુજબ સરતાનપર રહેતા મુળ રહે.નવાગામ તળાવ પાસે તા.ચોટીલા વાળા જયસુખભાઈ રાજુભાઈ કુનતીયા (ઉ.30) વાળા આરોપીએ જાહેરમાં વર્લીફીચરના આંકડા લખી નસીબ આધારીત હારજીતનો જુગાર રમી રમાડતા રોકડા રૂ.૩૪૦ ના મુદ્દામાલ સાથે મળી આવતા ગુન્હો જુગારધારા કલમ ૧૨ અ મુજબ નોંધાયો છે….
બીજો ગુન્હો મોરબી હાઇવે પર રાણેકપરના પાટિયા પાસે આવેલ હિમાલયા પ્લાઝામાં બીજા માળે આવેલ ઓમ સાઇ સ્પા.ના માલીક મકનસર (તા. મોરબી) ના હેમુભાઈ રણછોડભાઈ મીઠાપરા (ઉ.32) વાળા સામે તેણે પોતાના કબજા ભોગવટા વાળા
સદરહુ સ્પા મા કામ કરતી સ્પા વર્કરના બાયોડેટાના ફોર્મ ભરી પોલીસ સ્ટેશનમાં નોંધ નહી કરાવી મજકુરે જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી મોરબીના જાહેરનામા નં.જે/એમએજી-૨/સ્પા પાર્લર/ જા.નામુ/૨૫૦૩/૨૦૨૫ તા.૦૧/૦૪/૨૦૨૫ થી તા.૩૧/૦૫/૨૦૨૫ સુધી અમલમા હોય તેનો ભંગ અને ગુન્હો બી.એન.એસ કલમ-૨૨૩ મુજબ ગુનો નોંધાયો છે. તેવી જ રીતે લજાઈ ગામની સીમ હડમતીયા રોડ પર આવેલ
શિવ કોમ્પ્લેક્સ દુકાન નં 3 થી 6 માં આવેલ એન્જોય લાઈફ સ્પા ભાડેથી ચલાવનાર દિવ્યાબેન વિક્રમસીંગ પંજાબી મૂળ અમદાવાદનાને 11 માસના ભાડે આપનાર મોરબી વજેપર શેરી નં 12 મૂળ ભાવપર બેલા તા: માળીયા મિયાણાના ગુલામહુસેન ઉર્ફે રાજુભાઈ ઇસ્માઇલભાઈ સુમરાએ કરાર ટંકારા પોલીસ સ્ટેશનમાં જમા કરાવેલ ન હોઈ કાર્યવાહી કરવામાં આવેલ છે…