ટ્રાફિક નિયમના ભંગ સબબ કાર્યવાહી
વાંકાનેર: અમરસિંહજી મીલ કોલોનીમાં રહેતા એક શખ્સને જાહેરમાં રેલવે સ્ટેશન રોડ પર વર્લી ફીચરના આંકડાઓ લખતા એલ.સી.બી. એ પકડેલ છે અને વાલાસણ તથા માટેલના વાહન ચાલકો સામે કાર્યવાહી થઇ છે…..
જાણવા મળ્યા મુજબ વાંકાનેર રેલ્વે સ્ટેશન રોડ અમરસિંહજી મીલ કોલોનીમાં રહેતા પૃથ્વીરાજસિંહ ઉર્ફે અપ્પુ મહાવીરસિંહ જેઠવા (ઉ.30) ને 
એલ.સી.બી. મોરબીએ આરોપી જાહેરમાં રેલવે સ્ટેશન રોડ ગેબી પાન સામે બાપા સીતારામ પાનની દુકાન પાસે વર્લી ફીચરના આંકડાઓ લખી નશીબ આધારીત પૈસાની હારજીતનો જુગાર રમી રમતા રોકડ રકમ રૂ. ૧૬૧૫૦/- ના મુદામાલ સાથે જુગાર ધારા કલમ ૧૨-અ મુજબ નોંધી આગળની કાર્યવાહી શરૂ કરેલ છે….
ટ્રાફિક નિયમના ભંગ સબબ:
(1) વાલાસણના કમલેશ ઉમેશભાઈ ફૂલતરીયા અને (2) માટેલના દેવરાજ માત્રાભાઈ બાંભવા સામે પોલીસ ખાતાએ ટ્રાફિક નિયમના ભંગ સબબ કાર્યવાહી શરૂ કરેલ છે…..
