વીરપરના બે શખ્સો દેશી દારૂ વેંચતા પકડાયા
જામસર પ્રા. શાળા પાસે આવેલ વાડીમાંથી આથો અને દેશી દારૂ પકડાયો
વાંકાનેર: મીલપ્લોટ વિસ્તારમાં જાહેરમાં વર્લીફીચરના આંકડાઓ લખતા પોલીસ ખાતાએ પકડેલ છે, જામસર ગામ તરફ જતા રસ્તે આવેલ પ્રાથમિક શાળા પાસે આવેલ વાડીમાં તાલુકા પોલીસના સ્ટાફે દેશી દારૂ બનાવવાનો આથો અને દેશી દારૂ સાથે એક શખ્સને પકડેલ છે તો વીરપર ગામના બે શખ્સને દેશી દારૂ વેચાણ કરતા પકડેલ છે…..
જાણવા મળ્યા મુજબ વાંકાનેર મીલપ્લોટ વિસ્તારમાં જાહેરમાં ફિરોઝભાઇ હશનભાઈ કટીયા (ઉ.વ. ૪૩) વર્લીફીચરના આંકડાઓ લખતા રોકડા રૂ.૫૭૦/ સાથે પોલીસ ખાતાએ પકડેલ છે…..
જામસર પ્રા. શાળા પાસે આવેલ વાડીમાંથી આથો અને દેશી દારૂ પકડાયો
વાંકાનેર તાલુકાના જામસર ચોકડીથી જામસર ગામ તરફ જતા રસ્તે આવેલ પ્રાથમિક શાળા પાસે આવેલ વાડીમાં દસરથભાઈ ઉર્ફે સવજીભાઈ લાલજીભાઈ શીંહોરા (ઉ.30) એ ગેરકાયદેસર રીતે પાસ પરમીટ કે આધાર વગર દેશી દારૂ બનાવવાનો આથો ગાળી ભઠ્ઠી ચલાવી રેઇડ દરમ્યાન હાજર મળી આવી પકડાઈ જઈ રેઈડ દરમ્યાન ગરમ આથો લીટર-૧૦૦ કિ.રૂ.૨૫૦૦/- તથા ઠંડો આથો લીટર-૩૦૦ કિ.રૂ.૭૫૦૦/- તથા ગરમ દેશી દારૂ લીટર-૧૫ કી.રૂ.૩૦૦૦/- મળી કુલ કી.રૂ. ૧૩,૦૦૦/- ના મુદ્દામાલ સાથે મળી આવતા પોલીસ ખાતાએ ગુન્હો પ્રોહિબીશન એક્ટ કલ૬૫(બી) (સી) (ડી) (ઈ)(એફ) મુજબ નોંધેલ છે….
વીરપરના બે શખ્સો દેશી દારૂ વેંચતા પકડાયા
(1) વાંકાનેર તાલુકાના વીરપર ગામના રણજિતભાઈ ચતુરભાઈ દેકાવાડીયા (ઉ.35) એ ઢુવા ગામની સીમમાં સિમોન્ઝા સીરામીક સામે ખરાબામાં પાસ પરમીટ કે આધાર વગર પોતાના કબ્જામાં દેશી દારૂ લી, ૧૦ કી, રૂ.૨૦૦૦/- નો રાખી વેચાણ કરતા તાલુકા પોલીસના સ્ટાફે પકડેલ છે અને ગુનો પ્રોહી એકટ કલમ ૬૫ એએ મુજબ નોંધેલ છે…..
(2) વાંકાનેર તાલુકાના વીરપર ગામના મુન્નાભાઈ ધીરુભાઈ મગવાનીયા (ઉ.35)એ ઢુવા ગામની સીમમાં ભવાની કાંટા પાછળ પાસ પરમીટ કે આધાર વગર પોતાના કબ્જામાં દેશી દારૂ લી.૦૭ કી. રૂ. ૧૪૦૦/- નો રાખી વેચાણ કરતા મળી આવતા પ્રોહી એકટ કલમ ૬૫ એએ મુજબ ગુન્હો નોંધાયો છે….

