શિયાળાની ઠંડીમાં લોકો રાતના ઘરમાં જ પુરાઈ રહેતા હોય છે. ઠંડીના કારણે બહાર નિકળવાની હિંમત કરતા નથી. શેરીઓ સુમસામ હોય છે આવા સંજોગોમાં બાઈક ચોરોને આસાન મોકો ઉભો થાય છે. થોડા દિવસ અગાઉ ગુલશન પાર્ક મેઈન રોડ પરથી અયુબભાઈ અમીભાઈ ચૌધરીનું બાઈકની ચોરાયું હતું. એ અગાઉ ભાટોયા સોસાયટીમાંથી પણ તસ્કરે એક બાઈક ચોર્યું હતું. હિરોઈન ડિમ્પલ કાપડિયાનો ભત્રીજાએ પણ વાંકાનેરમાંથી બાઈક ચોરી કર્યાની કબૂલાત ચોટીલા પોલીસ ખાતા સમક્ષ કરી છે.
ચોરાયેલા વાહન પાછા મેળવવાના સંજોગો બહુ ઓછા હોય છે, ત્યારે ચેતતા નર સદાય સુખીની ઉક્તિ મુજબ બાઈક શેરીમાં પાર્ક કરવાને બદલે એવી જગાએ રાખો કે જ્યાંથી બાઈક ચોરવું મુશ્કેલ હોય. ખાસ કરીને શહેરના છેવાડાના વિસ્તાર કે સોસાયટીના લોકોએ જાગૃત થવાની જરૂર છે.