કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

સાવધાન / હવે ગુજરાતમાં H3N2ની એન્ટ્રી!

રાજ્યના આ શહેરમાં 58 વર્ષીય મહિલાનું મોત, વાયરસનો પ્રકોપ વધતા ચિંતાનો વિષય

  •  H3N2 વાયરસથી વડોદરાની મહિલાનું મોત 
  • 58 વર્ષીય મહિલા SSG હોસ્પિટલમાં હતા સારવાર હેઠળ 
  • મહિલાને બે દિવસ પહેલા સારવાર માટે કરાયા હતા દાખલ 
ઇસ્ટાગ્રામમાં બંદૂક સાથેનો ફોટો મૂકતા ચિત્રાખડાના યુવાન સામે ગુન્હો નોંધાયો
  • ભારતમાં સતત ઈન્ફ્લુએન્ઝા વાયરસ H3N2ના કેસ વધી રહ્યા છે. શરદી, ખાંસી અને તાવના કેસમાં વૃદ્ધિ થઈ રહી છે અને આ વાયરસ જીવલેણ સાબિત થઈ રહ્યો છે. 
  •  નિષ્ણાંતો જણાવી રહ્યા છે કે, ઋતુ બદલાવ સમયે ફ્લૂના કેસ સામે આવતા હોય છે, પરંતુ આ વર્ષે સૌથી વધુ કેસ સામે આવ્યા છે. આ વચ્ચે ગુજરાતમાંથી ભયજનક સમાચાર સામે આવ્યા છે. વડોદરામાં એક મહિલાનું H3N2 વાયરસથી મોત થયું છે. 
  • 58 વર્ષીય મહિલાનું મોત 
    મળતી માહિતી અનુસાર, શહેરના ફતેગંજ વિસ્તારમાં રહેતા 58 વર્ષીય મહિલામાં શરદી, ખાંસી અને તાવ જેવા લક્ષણો હતા. જેથી તેઓને સારવાર માટે શહેરની એસએસજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. આ અંગેની જાણ થતાં આરોગ્ય વિભાગની ટીમ દોડતી થઈ છે. મહિલાના પરિવારજનોના સેમ્પલ લેવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. 
  • H3N2ની તપાસ ક્યારે કરાવવી જોઈએ? 
    આરોગ્ય નિષ્ણાંતો જણાવી રહ્યા છે કે, કેસ વધવા લાગે તે સમયે H3N2ની તપાસ કરાવવી જોઈએ. પરંતુ દર્દી સાજા ના થાય અને આ વાયરસ પકડમાં ના આવે ત્યારે પણ તપાસ કરાવવી જોઈએ. ડૉકટર જણાવી રહ્યા છે કે, આ વર્ષે સૂકી ખાંસીના સૌથી વધુ દર્દીઓ સામે આવ્યા છે, મોટાભાગના દર્દીઓ ઈલાજ વગર સાજા થઈ રહ્યા છે. 
  • H3N2 વાયરસના લક્ષણો 
  • નાકમાંથી પાણી નીકળવું 
  • તાવ આવવો 
  • પહેલા શરૂઆતમાં કફવાળી ખાંસી અને પછી લાંબા સમય સુધી સૂકી ખાંસી 
  • છાતીમાં દુખાવો 
  • માથામાં દુખાવો 
  • માંસપેશી અને સાંધામાં દુખાવો 
  • થાક અનુભવવો 
  • ગળામાં ખરાશ 
  • H3N2થી રિકવરી 
  • H3N2 વાયરસ થયા બાદ તાવ એક સપ્તાહમાં જ મટી જાય છે. શર્દી અને ખાંસીને મટવામાં વધુ સપ્તાહનો સમય લાગે છે. આ કારણોસર આ બિમારી દરમિયાન સાવધાની રાખવાની સલાહ આપવામાં આવે છે. 
  • ઈન્ફ્લુએન્ઝાના કેસમાં વધારો 
    કોરોનાને કારણે રોગપ્રતિકારક શક્તિ નબળી પડી ગઈ છે. આ પરિસ્થિતિમાં ખૂબ જ તેજીથી વાયરલ ઈન્ફેક્શનના કેસ વધી રહ્યા છે. માનવામાં આવી રહ્યું હતું કે, કોરોના પછી ઈન્ફ્લુએન્ઝા જેવી બિમારીઓ ઓછી થઈ જશે, પરંતુ વાયરલ ઈન્ફેક્શનમાં વધારો થઈ રહ્યો છે. જેના કારણે રેસ્પિરેટરી સિસ્ટમ પર અસર થાય છે.  સૌજન્ય: વીટીવી 

Content Copying Forbidden !!

error: Content is protected !!