ધારાસભ્ય સોમાણી તથા પ્રાંત અધિકારી શિરેસીયાનું સન્માન
વાંકાનેર: વાંકાનેરમાં વિશ્વ યોગ દિવસની ધારાસભ્ય જીતુભાઈ સોમાણી તથા પ્રાંત અધિકારી એ.એચ. શિરેસીયાના અધ્યક્ષસ્થાને ભવ્ય ઉજવણી કરવામાં આવેલ હતી.
આ તકે પાલિકા સંચાલીત ગર્લ્સ સ્કૂલ, કે.કે. માધ્યમિક વિદ્યાલયના વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીનીઓ તેમજ પોલીસ પરિવારના જવાનો, પાલીકા સ્ટાફ, પાલીકા સદસ્યો તથા વ્યાપારી અગ્રણીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, પ્રાંત અધિકારી એ.એચ. શિરેસીયા, શહેર ભાજપ પ્રમુખ પરેશભાઈ મઢવી, પૂર્વ નગરપતી રમેશભાઈ વોરા, એપીએમસીના પૂર્વ ડીરેકટર અશ્વીનભાઈ મેઘાણી, ગર્લ્સના પ્રિન્સીપાલ ગીતાબેન ચાવડા, અમિતભાઈ સેજપાલ, વિરાજભાઈ મહેતા, મહીલા પોલીસ અધિકારીઓ સહિતના બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
આ તકે ધારાસભ્ય સોમાણી તથા પ્રાંત અધિકારી એ.એચ. શિરેસીયાને સન્માનીત કરવામાં આવ્યા હતા. ઉપરોકત બન્ને અધિકારીઓએ યોગ વિશેની જાણકારી આપી હતી. કાર્યક્રમ પૂર્ણ થયે ધારાસભ્ય દ્વારા ઉપસ્થિત તમામ લોકો માટે ચા-પાણી- નાસ્તાની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી.