વાંકાનેર ખાતે ગઇકાલે દશેરા પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વાંકાનેરના મહારાણા અને રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહ ઝાલાના અધ્યક્ષતામાં વાંકાનેર રાજપૂત સમાજ દ્વારા વિજ્યા દશમીએ શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં રાજપૂત સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા….
વાંકાનેર રાજપૂત સમાજ દ્વારા આયોજીત આ 15 માં વિજ્યાદશમી મહોત્સવ તથા વિધાર્થી સન્માન સમારોહની શરૂઆત ક્ષત્રિય સમાજ દ્વારા શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે શસ્ત્ર પૂજન કરી કર્યા બાદ ક્ષત્રિય સમાજની દીકરીઓએ તલવાર રાસ રજૂ કર્યા હતા, જે બાદ સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને શીલ્ડ સર્ટિફિકેટ આપી સન્માનિત કરાયા હતા…
આ ઉજવણીમાં શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર અંબિકા પીઠાધીશ મહંતશ્રી રમજુબાપુ, જામનગરના ધારાસભ્ય રિવાબા જાડેજા, મોરબી જિલ્લા વિકાસ અધિકારી દિગ્વિજયસિંહ જાડેજા, જિલ્લા ભાજપ મહામંત્રી નરેન્દ્રસિંહ ઝાલા, રાજકોટ મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, વાંકાનેર ક્ષત્રિય સમાજના પ્રમુખ વજુભા ઝાલા, વાંકાનેર તાલુકા પંચાયતના પ્રમુખશ્રી સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા, જે તમામનું સ્થાનિક રાજપૂત સમાજના અગ્રણીઓ દ્વારા સન્માન કરાયું હતું….
બાદમાં જામનગરના ધારાસભ્ય રીવાબા જાડેજાએ પત્રકારોની મુલાકાતમાં પ્રસંગોચિત ઉદબોધન કર્યું હતું.