વાંકાનેર : વાંકાનેર યુનિટ હોમગાર્ડ સભ્યો દ્વારા આજે હોમગાર્ડ ડેની ઉજવણી કરવામાં આવી જેમાં સ્વસ્થ અભિયાન રમતોત્સવ તેમજ વાંકાનેરમાં હોમગાર્ડ પ્રત્યેની જાગૃતિ ફેલાવવા માટે હોમગાર્ડ સભ્યો દ્વારા રેલીનું પણ આયોજન કરવામાં આવેલ હતું.
વાંકાનેરના હોમગાર્ડ સભ્યો દ્વારા વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. હોમગાર્ડ એ એક નિષ્કામ સેવા છે જે પોલીસને સાથે રહી ખંભેથી ખંભો મિલાવી અને કામ કરી રહેલું દળ છે જેમાં વાંકાનેર યુનિટના સભ્યો તથા ઓફિસર કમાન્ડિંગ રાકેશભાઈ કુબાવત તેમજ સિનિયર સભ્યો ઝાલા જગદીશસિંહ વાયડી પરમાર ક્લાર્ક, બીજલભાઇ અરવિંદભાઈ તેમજ દરેક હોમગાર્ડ સભ્યો દ્વારા હોમગાર્ડ ડેની ઉજવણી કરવામાં આવી હતી.
કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો