સાંસદ અને જૈન સમાજના અગ્રણીઓ વરઘોડામાં જોડાયા
વાંકાનેર: શહેર તથા તાલુકામાં વસવાટ કરતા જૈન સમાજ દ્વારા આજરોજ પ્રભુશ્રી મહાવીર જન્મ કલ્યાણક દિન તેમજ પર્વાધીરાજ પર્યુષણ પર્વ તથા ચોવીસમાં તીર્થંકર શ્રી મહાવીર સ્વામીનો અહિંસા પરમો ધર્મનો સંદેશો સમગ્ર વિશ્વમાં ફેલાય તે હેતુ સાથે શહેરના જૈન દેરાસરજીથી ભવ્યાતિ ભવ્ય શોભાયાત્રા (વરઘોડો) શહેરના રાજમાર્ગો પર ફરેલ હતો.
ઉપરોકત શોભાયાત્રામાં ઉગ્ર તપસ્વીઓ તથા પંચ મહાવ્રતધારી સતી રત્નો તથા શ્રી મહાસતીજીઓ સહીત જૈન સમાજના ભાઈ-બહેનો તથા બેન્ડ પાર્ટી શણગારેલા રથ, પ્રભુની ચાંદીની પાલખી સહીત જૈન સમાજના લોકો બહોળી સંખ્યામાં જોડાયા હતા.
જૈન સમાજના આમંત્રણને માન આપી રાજયસભાના સાંસદ રાજવી કેશરીદેવસિંહજી ડી. ઝાલા, પ્રદીપભાઈ મહેતા, રાજુભાઈ મહેતા (પ્રમુખ), મયુરભાઈ સપાણી, પ્રવિણભાઈ દોશી (રાતડીયા) તથા તુષારભાઈ મહેતા, હરીશભાઈ શેઠ સહિતના જૈન સમાજના અગ્રણીઓ, આગેવાનો, મોભીઓ ઉત્સાહભેર જોડાયા હતા. આ તકે સાંસદે સમસ્ત જૈન તપ ગચ્છ સંઘનો આભાર માન્યો હતો.