તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષાએથી અધિકારીઓ હાજર રહ્યાં
વાંકાનેર: જે અંતર્ગત વાંકાનેર તાલુકામાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ સામાન્ય વહીવટ વિભાગમાંથી અંડર સેક્રેટરી સમીર ભગોરાસાહેબ અને સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેર એચ.બી. છૈયાસાહેબ દ્વારા જુદી જુદી શાળાઓમાં તા. 26/6/2025 સવારે 8:00 વાગ્યેથી કોઠારીયા કુમાર પ્રાથમિક શાળા, કોઠારીયા કન્યા પ્રાથમિક શાળા, અરણીટીમાં પ્રાથમિક શાળા, અમીયલ ભાઈ બાદી હાઈસ્કૂલ અને તીથવા ગામ મુકામે તીથવા તાલુકા શાળા પ્રરવેજનગર પ્રાથમિક શાળા, લાલશા પ્રાથમિક શાળા, નવી તીથવા પ્રાથમિક શાળા અને તીથવા ગ્રામ પંચાયત હાઈસ્કૂલ, 27/6/2025 ના દિગ્વિજયનગર પ્રાથમિક શાળા, દોશી હાઈસ્કૂલ, કે કે શાહ માધ્યમિક વિદ્યાલય, એલ કે સંઘવી વિદ્યાલય અને વી એસ શાહ વિદ્યાલયમાં ઉપસ્થિત રહેલ. 28/6/2025 સરધારકા તાલુકા શાળા, પલાસડી પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા પલાસડી અને અમરસિંહ હાઇસ્કુલ ખાતે ઉપસ્થિત રહેલ અને બાળકોને શાળામાં પ્રવેશ આપ્યો.
આ કાર્યક્રમમાં સમીર ભગોરા સાહેબ દ્વારા પ્રવેશ પામતા તમામ બાળકોને એક નોટબુક આપીને અને શાળાના આચાર્યશ્રીને શુભેચ્છા લેટર પાઠવીને પ્રોત્સાહિત કરેલ. આ ઉપરાંત સાહેબશ્રી દ્વારા તમામ શાળાઓને અને વાલીઓને પ્રવેશ પામતા બાળકો શાળામાં નિયમિત આવે ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવી વિવિધ સરકારી યોજનાઓનો લાભ મેળવે, શાળાના સ્માર્ટ ક્લાસ કોમ્પ્યુટર લેબ જેવી બાબતોનું નિરીક્ષણ કરેલ અને SMC/SMDC સાથે બેઠક કરીને વાલીઓ સાથે શાળાના વિકાસ માટેની ચર્ચા કરેલ અને 
શાળાઓને પડતી મુશ્કેલીઓને યોગ્ય ઉકેલ લાવવા ખાતરી આપેલ તેમ જ વાલીઓને સૂચન કરેલ કે આ શાળાઓમાં શિક્ષકોને શિક્ષણ કાર્ય કરવા માટે હકારાત્મક દ્રષ્ટિકોણથી સહકાર આપો અને આપની કક્ષાએથી બાળકો ડ્રોપ આઉટ ન થાય તેનું સૂચન કરેલ. સાહેબશ્રી દ્વારા બાળકોને અપીલ કરી તે સારી રીતે અભ્યાસ કરીને તમે પણ ભવિષ્યમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની પસંદગી મારફત ગુજરાતના શ્રેષ્ઠ કર્મચારી બનો એવી શુભેચ્છા આપવામાં આવેલ…
આ કાર્યક્રમમાં બીજા દિવસે મોરબી જિલ્લા વિકાસ અધિકારી જે એસ પ્રજાપતિ સર કે કે શાહ માધ્યમિક વિદ્યાલય ખાતે હાજર રહેલ. આ કાર્યક્રમમાં સાહેબશ્રી દ્વારા વિદ્યાર્થીઓને અપીલ કરી કે જીવનમાં તેઓ હંમેશા ઊંચા સપનાઓ જુએ અને આ સપનાઓને હકીકતમાં ફેરવવાનું શ્રેષ્ઠ સ્થળ એ વિદ્યાલય છે. શ્રેષ્ઠ શિક્ષણ દ્વારા શ્રેષ્ઠ એવા અભ્યાસક્રમોમાં જોડાઈ અને રાષ્ટ્રની સેવા માટે આગળ આવવું જોઈએ. તેમણે સમજાવ્યું કે જીવનની સાચી સફળતા બીજાને મદદરૂપ થવામાં છે માટે આજના વિદ્યાર્થીઓએ પોતાનો ધ્યેય IAS/IPS બનવાનું રાખવું જોઈએ આ ઉપરાંત દેશની વિવિધ નામાંકિત સંસ્થાઓ જેવી કે NDA, NIT, RIMC, IIT, FTC અંગે સુંદર માર્ગદર્શન આપેલ જે વિદ્યાર્થીઓના જીવનમાં ખૂબ જ ઉપયોગી નીવડશે…
ઉપરોક્ત તમામ શાળાઓમાં સાહેબશ્રીની સાથે લાઇઝન અધિકારી તરીકેનું કામ સી.આર. સી ઈકબાલભાઈ શેરસિયા અને સી. આર .સી.યાકુબભઈ ખોરજીયા દ્વારા કરવામાં આવેલ, રૂટ પાયલોટીંગ અને રાજ્ય કક્ષાના મહેમાનની ત્રણ દિવસ ભોજન અને રહેઠાણની વ્યવસ્થા ઇરફાનભાઇ શેરસિયા શિક્ષક જુના ઢુવા તાલુકા શાળા અને વિજયભાઈ દેત્રોજા શિક્ષક વિરપર પ્રા શાળા દ્વારા મહેનત ઉઠાવવામાં આવી. આ રીતે અંગત સેક્રેટરી ભગોરા સાહેબ તથા કાર્યપાલક એચ.ડી.છૈયા સાહેબ સાથે તમામ શાળાઓમાં ઉપરોક્ત કાર્યક્રમ ખૂબ સારી રીતે ઉજવવામાં આવેલ. ઉપરોકત કાર્યક્રમ બી.આર.સી.જાવીદભાઈ બાદી અને તેની ટીમ પણ ખૂબજ મહેનત ઉઠાવી હતી…



