વાંકાનેર તાલુકાના કોઠારીયા ગ્રામ પંચાયતના સરપંચ આંબાભાઇ તેમજ ઉપસરપંચ શ્રી ફારૂકભાઈ કડીવાર અને ગ્રામપંચાયતના સભ્યશ્રીઓ કોઠારીયા પ્રાથમિક શાળાના શિક્ષક ગણ તેમજ વાંકાનેર તાલુકાના ખાનપર ગામે વિદ્યાસહાયક ભરતીમાં ફરજ બજાવતા કોઠારીયા ગામના ગુલશનબેન યુસુફભાઈ શેરસીયા તેમજ ગ્રામજનોએ હાજરી આપી ધ્વજ વંદનને સલામી આપી હતી.
શિક્ષક ગણમાં દુબરિયા અનિમેષ તુલસીદાસ, ઠાકર હિરેન જવાહરભાઈ, પટેલ ધર્મેશકુમાર ઈશ્વરભાઈ, રમેશભાઈ પડાસુંબિયા, પટેલ કૌશિકભાઈ, જેતપરિયા હિમાંશુભાઈ, કાનાણી ભરતભાઈ, મસોત અમૃતભાઈ અને ગઢવી કિશોરદાનનો સમાવેશ થાય છે. ગ્રામજનોએ હાજરી આપી હતી અને વિદ્યાર્થીઓએ રજુ કરેલી કૃતિઓને બિરદાવી હતી.