વાંકાનેરમાં શહેર ભાજપ કાર્યાલય ખાતે આજરોજ ધારાસભ્ય જીતુભાઈ સોમાણીના અધ્યક્ષસ્થાને પંડીત દીનદયાળ જન્મ જયંતિ નિમિતે ભાવ પૂર્વક દિપ પ્રાગટય કરી પુષ્પાંજલી અર્પણ કાર્યક્રમ યોજાયો હતો.
આ તકે ધારાસભ્ય સોમાણી, શહેર ભાજપ પ્રમુખ પરેશભાઈ મઢવી, પાલિકા પૂર્વ પ્રમુખ ધર્મેન્દ્રસિંહ જાડેજા, રમેશભાઈ વોરા, કાઉન્સીલર વિરાજભાઈ મહેતા, અશ્ર્વિનભાઈ જોબનપુત્રા, બ્રિજરાજસિંહ ઝાલા, અમિતભાઈ સેજપાલ, મોરબી જીલ્લા ભાજપ મહામંત્રી પ્રજ્ઞેશભાઈ પટેલ, અશ્ર્વિનભાઈ મેઘાણી, ડાયાલાલ સરૈયા, ચિરાગભાઈ સોલંકી, કિરાણા એસો. ઉ.પ્રમુખ લલીતભાઈ ભીંડોરા સહિત વિવિધ મોરચાના અગ્રણીઓ, કાર્યકર્તાઓ ભાઈઓ-બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.