PHC દ્વારા વિશ્વ મેલેરીયા દિવસની ઉજવણી
વાંકાનેર: ૨૫મી એપ્રીલ વિશ્વ મેલેરીયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તેના ભાગ રુપે વાંકાનેર તાલુકા હેલ્થ ઓફીસ હેઠળના નવ પ્રાથમીક આરોગ્ય કેન્દ્રોમાં અને પંચાવન સબસેન્ટર પર ઉજવણી કરવામાં આવેલ.
મેલેરીયા રોગ પ્રત્યે લોકોમાં જન જાગૃતી આવે તે હેતુથી પ્રાથમીક આરોગ્ય કેન્દ્રો પર રંગોળીના માઘ્યમથી સંદેશો આપવામાં આવેલ જેનો બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીઘેલ. તથા સબસેન્ટરના ગામોમાં આવેલ પ્રાથમીક શાળાઓમાં મેલેરીયાના મચ્છર ઉત્પન કરતા પોરા નિદર્શન કરવામાં આવેલ તેમજ
આવા પોરાનું ભક્ષણ કરતી ગપ્પીફીસ નિદર્શન કરવામાં આવેલ. તેમજ ગામમાં વાહકજન્ય રોગચાળા અટકાયતી પગલાઓ વિશે માહીતી આપતી પત્રીકાઓનું વિતરણ કરવામાં આવેલ.
મેલેરીયા દિવસ ઉજવણને સફળ બનાવવા તાલુકા હેલ્થ ઓફીસર ડો. આરીફ શેરસીયા તથા તાલુકા મલ્ટીર્પપઝ સુપરવાઇઝર અને પ્રાથમીક આરોગ્ય કેન્દ્રોના મેડીકલ ઓફીસર અને તમામ સુપરવાઇઝભાઇઓ તેમજ તમામ આરોગ્ય કર્મચારીઓએ ઉત્સાહ ભેર ભાગ લીઘેલ હતો