કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

ઇફ્કોના નેનો લિકવીડ ડીએવીપી ને કેન્દ્ર સરકારની મંજૂરી: ખેડૂતોને મોટો ફાયદો

નેનો યુરીયા બાદ નેનો લિકિવડ DAPના પ્લાન્ટ સ્થપાશે

ગાંધીનગર : IFFCO નેનો લિક્વિડ DAPને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. તેના ઉત્કૃષ્ટ પરિણામોને કારણે તેને ફર્ટિલાઇઝર કંટ્રોલ ઓર્ડર (FCO) હેઠળ સૂચિત કરવામાં આવ્યું છે. ખાસ વાત એ છે કે તેના આવ્યા બાદ DAP પર ખેડૂતોનો ખર્ચ લગભગ અડધો થઈ જશે. ઉપરાંત, તેને લાવવા અને લઈ જવામાં ખૂબ જ સરળ રહેશે. કારણ કે હવે 500 ML ની બોટલમાં 50 કિલો નોર્મલ DAP ફિટ થશે. 

નેનો ડીએપી (Diammonium phosphate) ની એક બોટલ નિયમિત 50-કિલોની બેગની સમકક્ષ છે, જે હાલમાં રૂ. 1,350 પ્રતિ બેગ (સબસિડી સાથે)ના ભાવે વેચાય છે. કેન્દ્ર સરકારનું આ પગલું ભારતીય કૃષિ અને અર્થવ્યવસ્થા માટે ટ્રમ્પ કાર્ડ સાબિત થઈ શકે છે. FCO માં જોડાયા પછી, હવે IFFCO તેનો ઉપયોગ ઉત્પાદન અને વેપારી હેતુઓ માટે કરી શકશે. નેનો યુરિયાની જેમ, નેનો ડીએપી પ્રવાહી સંસ્કરણ છે. અગાઉ, IFFCO એ 31 મે 2021ના રોજ વિશ્વમાં પ્રથમ વખત નેનો યુરિયા લોન્ચ કર્યું હતું. જેની 500 ળહની 60 લાખ બોટલો તૈયાર કરવામાં આવી છે.

તેનો ઉપયોગ ખેતરોમાં થઈ રહ્યો છે. હવે વારો છે નેનો લિક્વિડ ડીએપીનો, જેની પેટન્ટ IFFCO દ્વારા જુલાઈ 2022માં જ મળી હતી. હવે કેન્દ્રીય કૃષિ મંત્રાલયે તેને FCO માં જોડવા માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. જૂન 2021માં પરંપરાગત યુરિયાના વિકલ્પ તરીકે IFFCO દ્વારા પ્રવાહી સ્વરૂપમાં નેનો-ડીએપી લોન્ચ કરવામાં આવી હતી. તેણે નેનો યુરિયાના ઉત્પાદન માટે ઉત્પાદન પ્લાન્ટ પણ સ્થાપ્યા હતા. સબસિડીવાળા ભાવે પરંપરાગત ડીએપીની એક થેલીની કિંમત ખેડૂતો માટે રૂ. 1,350 છે હવે ખેડૂતોને ખર્ચમાં 50 ટકા રાહત થશે.

Content Copying Forbidden !!

error: Content is protected !!