અનુષ્ઠાના માટે આવતા સાધકો માટે જપ કરવા તેમજ રહેવા-જમવા માટે નિઃશુકલ વ્યવસ્થનું આયોજન
(લિતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર: તા. ૨૨-૩-૨૩ થી ૩૧-૩-૨૩ સુધીનું નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે. નવરાત્રી દરમ્યાન અનુષ્ઠાના માટે આવતા સાધકો માટે જપ કરવા તેમજ રહેવા-જમવા માટે નિઃશુકલ વ્યવસ્થા રાખવામાં આવેલ છે.




તેમજ વહેલી સવારે પુજા-પાઠ તથા સમુહ જપ તથા બપોરે પ્રસાદ વ્યવસ્થા ઉપલબ્ધ રાખેલ છે. દરરોજ બપોરે ૩-૩૦ થી સાંજના સાત વાગ્યા સુધી શ્રીરામ ચરિત માનસના સમુહ પાઠનું રૂડું આયોજન કરવામાં આવેલ છે.
ત્યારબાદ તા. ૩૧-૩-ર૩ ના રોજ સવારે પૂજા-અર્ચના તથા નવકુંડી ગાયત્રી યજ્ઞ જે સાંજે ૬ કલાકે યજ્ઞની પુર્ણાહૂતી થશે ત્યારબાદ વિષિષ્ટ મહાનુભાવોનું સન્માન કરવામાં આવશે તેમજ સાંજે ૭ કલાકથી મહાપ્રસાદ શરૂ થશે દરેક ભાવિક ભકતજનો પ્રસાદ ગ્રહણ કર્યા બાદ નવરાત્રીની પુર્ણાહૂતિ થશે તેમ ગાયત્રી શકિત પીઠના મહંતશ્રી અશ્વિનબાપુ રાવલ દ્વારા જણાવવામાં આવેલ છે.