સરપંચની લેખિત બાહેંધરી બાદ મામલો થાળે પડયો
રાતીદેવરીમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન
વાંકાનેર નજીક આવેલ રાતીદેવરી ગામમાં પીવાના પાણીના પ્રશ્ને ગઈ કાલે મહિલાઓની ધીરજ ખૂટી હતી અને પાણી આપોની માંગ સાથે મહિલાઓ રોડ પર ઉતરી આવી હતી અને રોડ પર આવતા જતા વાહનો અટકાવી ચક્કાજામ કરી નાખ્યો હતો જેને પગલે પોલીસ ઉપરાંત સરપંચ અને તલાટી મંત્રી સહિતના દોડી ગયા હતા અને બાહેંધરી બાદ મહિલાઓનો રોષ શાંત પડયો હતો
રાતીદેવરી ગામમાં પીવાના પાણીના પ્રશ્ને મહિલાઓની ધીરજ ખૂટી જતા વાંકાનેર જડેશ્વર રોડ પર મહિલાઓએ ચક્કાજામ કર્યો હતો રોડ પર આવતા જતા વાહનો અટકાવી ચક્કાજામ કરી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો જેને પગલે પોલીસ ટીમ દોડી ગઈ હતી એકાદ કલાક કરતા વધુ સમય સુધી રોડ બ્લોક કરી મહિલાઓએ વિરોધ નોંધાવ્યો હતો જેથી પોલીસ બાદ ગામના સરપંચ અને મંત્રી દ્વારા લેખિત બાહેંધરી આપવામાં આવી હતી જેથી મહિલાઓએ સંતોષ માન્યો હતો અને મામલો થાળે પડયો હતો બાદમાં પોલીસે ટ્રાફિક ક્લીયર કરાવ્યો હતો….
રાતીદેવરીમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન
વાંકાનેર તાલુકાના નવી રાતીદેવરી ગામ ખાતે રહેતા માથકીયા મોહંમદસાકીર યુસુફભાઈ (ઉ.વ. ૨૨) નામના યુવાનને છેલ્લા 21 વર્ષથી થેલેસેમીયા નામની ગંભીર બિમારી હોય, જેને અવારનવાર બ્લડની જરૂરિયાત પડતી હોય, ત્યારે આવા થેલેસેમીયા ગ્રસ્ત બાળકોના લાભાર્થે આગામી ગુરૂવારના રોજ રાતીદેવરી ગામ ખાતે આવતી કાલે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં બહોળી સંખ્યામાં રક્તદાતાઓ ઉપસ્થિત રહી રક્તદાન કરે તેવી જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે વધુ વિગત તાલુકા પંચાયતના સદસ્ય માથકીયા ઉસમાન વલીમામદ મો: 97370 54763 પાસેથી મળશે…