કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

સરતાનપરમાં ચકલા પોપટનો જુગાર રમતા પકડાયા

આરોપી ૬: મુદામાલ રોકડા રૂ, ૧૦૫૧૦/

વાંકાનેર: તાલુકાના સરતાનપર ગામમાં રામજી મંદિર પાસે ખુલ્લા મેદાનમાં ચકલા પોપટનો જુગાર રમી રમાડતા છ આરોપીને પોલીસ ખાતાએ પકડેલ છે….

જાણવા મળ્યા મુજબ આરોપી ગેલાભાઈ જીણાભાઈ મારસુણીયા (ઉ.30) રહે. સરતાનપર નાએ ગેરકાયદેસર રીતે જાહેરમા બેસી જુદા જુઘ ચિત્રો વાળા બેનર ઉપર આરોપી નં.(૨) થી (૬) વાળાઓ સાથે પૈસાની લેતી દેતી કરી પૈસાની હારજીતનો નશીબ આધારીત

ચકલા પોપટનો જુગાર રમી રમાડતા મળી આવતા કુલ રોકડા રૂ, ૧૦૫૧૦/-સાથે મળી આવતા ગુન્હો જુગારધારા કલમ ૧૨ મુજબ નોંધાયેલ છે…
કાર્યવાહી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના અનાર્મ પો. કોન્સ. રાજેશભાઈ ફુલાભાઈ પલાણી, એ.એસ.આઇ સુરેશભાઈ ચાવડા તથા પોલીસ કોન્સ. બ્રીજેશભાઈ બોરીચા દ્વારા કરવામાં આવી હતી આરોપીઓના નામ નીચે મુજબ છે….
(1) ગેલાભાઈ જીણાભાઈ મારસુણીયા (ઉ.30) (2) નવઘણભાઇ જલારામભાઇ સીંહોરા (ઉ.37) (3) કમલેશભાઇ પ્રેમજીભાઇ ફીસડીયા (ઉ.40) (4) મનજીભાઈ છગનભાઇ સરાવાડીયા (5) આનંદભાઇ બાબભાઇ ગોહિલ (ઉ.32) અને (6) સહદેવભાઈ વેરશીભાઇ સરાવાડીયા (ઉ.26) રહે બધા સરતાનપર….

Content Copying Forbidden !!

error: Content is protected !!