અમરસર ગામમાંથી અજાણ્યો શખ્સ ચોરી ગયેલ
વાંકાનેર: તાલુકાના અમરસર ગામમાં ઘરની દિવાલ કુદીને ઘરમાં પશુ બાંધવાના ખુલ્લા સેડમા દોરીથી બાંધેલ ઘેટા/ બકરા કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઇ ગયાની થયેલ ફરિયાદમાં સીસીટીવી કેમેરામાં ઘટના કેદ થયેલ હોઈ ચોરી કરનાર પકડાઈ જવાની શક્યતા છે…

જાણવા મળ્યા મુજબ અમરસરના દુધ ઉત્પાદન માટે પશુપાલનનો વ્યવસાય કરતા હુસેનભાઇ અબ્દુલભાઇ ખોરજીયા (ઉ.વ.૪૮) ફરીયાદમાં લખાવેલ છે કે પશુઓને અમારા ઘરમા એક ખુલ્લો સેડ બનાવેલ જેમા રાખીએ છીએ અને ગઈ તા- ૨૬/૦૭/૨૦૨૫ ના રોજ સવારે ચારેક વાગ્યે ઘાસચારો નાખવા માટે જતા એક ઘેટો અને ત્રણ બકરા નોહતા, તપાસ કરતા મળી આવેલ નહી અને અમો અમારા પશુ શોધતા હતા ત્યારે અમારા ગામમા રહેતા તોસીફભાઈ હુસેનભાઇ સિપાઈએ જણાવેલ કે મારા પણ ત્રણ બકરાઓ મળતા નથી અમારા ઘરે પશુ રાખવાના સેડમા લાગેલ સીસીટીવી કેમેરા ચેક કરતા તા-૨૭/૦૮/૨૦૨૫ ના કલાક:૦૩/૨૫ વાગ્યે એક ઇસમ દિવાલ કુદી ખુલ્લા સેડમા બાંધેલ બકરા તથા ઘેટાની દોરીઓ તોડી લઈ જતો નજરે પડેલ

આમ એક ઘેટો જેની કિ.રૂ-૨૫૦૦/- તેમજ ત્રણ બકરાઓ જેની કિ.રૂ -૪૫૦૦/- જે દોરી તોડી ચોરી કરી લઈ ગયેલ તેમજ તોસીફભાઇ હુસેનભાઈ સિપાઈના ઘરેથી ગઈ તા-૨૬/૦૭/૨૦૨૫ ના કોઈ ચોર ઈસમે ત્રણ બકરાઓ કિ.રૂ-૪૫૦૦/-ના જે દોરી તોડી ચોરી કરી લઈ ગયેલ છે, પોલીસ ખાતાએ ગુન્હો ભારતીય ન્યાય સહીંતા અધિનિયમ-૨૦૨૩ ની કલમ-૩૦૩(૨) મુજબ નોંધી આગળની કાર્યવાહી શરૂ કરેલ છે….