મોરબી જિલ્લા પંચાયત દ્વારા ૧૫ માં નાણાપંચની જિલ્લા કક્ષાની ૧૦ ટકા ગ્રાન્ટમાંથી વર્ષ ૨૦૨૩ મા વાંકાનેર તાલુકામાં 3 ગ્રામ પંચાયતને ડોર ટુ ડોર કલેક્શન કરી નિકાલ કરવા માટે ટ્રેક્ટર ટ્રોલી આપવામાં આવશે.
જેની માહિતી આપતા અધિકારી જણાવ્યુ હતું કે, મોરબી જીલ્લામાં આવેલ વાંકાનેર તાલુકાની ચંદ્રપુર, સિંધાવદર, ભાયાતી જાંબુડીયા ગ્રામ પંચાયત આમ કુલ વાંકાનેર તાલુકામાં 3 ગ્રામ પંચાયતોમાં ધન કચરાનુ ડોર ટુ ડોર કલેક્શન કરી નિકાલ કરવા માટે ટ્રેક્ટર ટ્રોલી લેવામાં આવેલ છે. આ ટ્રેક્ટર ટ્રૉલી આ ગ્રામ પંચાયતને તા. ૧૪/૮/૨૦૨૩ ના રોજ બપોરે ૧૨ કલાકે સોમવાર ના રોજ જિલ્લા પંચાયત ગ્રાઉન્ડમાં લોકાર્પણ કરવામાં આવશે.