કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી ત્રણ ટ્રેનના સમયમાં ફેરફાર

પોરબંદર-દાદર, વેરાવળ-ગાંધીનગર અને મહામના એક્સપ્રેસનો સમાવેશ

રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી ત્રણ ટ્રેનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ટ્રેનોના સમયસર સંચાલન માટે પશ્ચિમ રેલવેએ રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી 3 ટ્રેનોના સમયમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. આ ટ્રેનોનું વિગતવાર વર્ણન નીચે પ્રમાણે છે…(1) 30.08.2024 થી ટ્રેન નંબર 19016 પોરબંદર-દાદર એક્સપ્રેસના પોરબંદરથી ચાલવાના સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. કેટલાક સ્ટેશનો પર ટ્રેનના આગમન/પ્રસ્થાનનો સમય અનુક્રમે જામનગર 0.47/0.52 કલાકને બદલે 0.54/0.59 કલાકે, હાપા 01:10/0112 કલાકને બદલે 0113/0115 કલાકે, વાંકાનેર 03.57/03.59 કલાકના બદલે 03.30/0332 કલાક. થાન જંકશન 04.20/04.22 કલાકને બદલે 03.55/03.57 કલાકે અને સુરેન્દ્રનગર જંકશન સ્ટેશન પર 05.04/05.06 કલાકને બદલે 04.39/04.41 કલાકે રહેશે. રાજકોટ સ્ટેશન પર આ ટ્રેનના આગમન/ પ્રસ્થાનના સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી…(2) 30,08,2024 થી ટ્રેન નંબર 22958 વેરાવળ – ગાંધીનગર કેપિટલ સોમનાથ એક્સપ્રેસના વેરાવળ સ્ટેશનથી દોડવાના સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. કેટલાક સ્ટેશનો પર ટ્રેનોના આગમન/પ્રસ્થાનનો સમય અનુક્રમે વિરમગામ જંકશન પર 04.05/04.07 કલાકને બદલે 04.18/04.20 કલાક અને ચાંદલોડીયા બી કેબીન ખાતે 04.50/04.52 કલાકને બદલે 05.03/05.05 કલાકનો રહેશે. આ ટ્રેન ગાંધીનગર કેપિટલ સ્ટેશને 5.40ને બદલે 5.50 વાગ્યે પહોંચશે.(3) 04.09.2024 થી, ટ્રેન નંબર 19319 વેરાવળ – ઇન્દોર મહામના એક્સપ્રેસના રાજકોટ સ્ટેશન પર આગમન/ પ્રસ્થાનનો સમય અનુક્રમે 02:10/02.15 કલાકને બદલે 01.50/02:00 કલાકનો રહેશે. આ ટ્રેનોના સ્ટોપેજ, સંરચના અને સમય વિશે વિગતવાર માહિતી માટે મુસાફરોએ વધુ વિગત માટે રેલવેની વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઇ શકે છે.

Content Copying Forbidden !!

error: Content is protected !!