વડોદરામાં ભારે વરસાદને પગલે બાજવા સ્ટેશન પર વધુ પડતા પાણી ભરાવાને કારણે ભાવનગર ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનોને અસર થઈ છે. ભાવનગર ડિવિઝનના સીનિયર ડીસીએમ માશૂક અહમદના જણાવ્યા અનુસાર, વાંકાનેર માટે અસરગ્રસ્ત ટ્રેનોનું વિગતવાર વર્ણન નીચે મુજબ છે:





શોર્ટ ઓરિજિનેટેડ ટ્રેનો
1. 27.08.2024 ના રોજ બાંદ્રાથી ચાલવા વાળી ટ્રેન નંબર 19217 બાંદ્રા-વેરાવળ એક્સપ્રેસ (સૌરાષ્ટ્ર જનતા) વલસાડ સ્ટેશનથી શોર્ટ ઓરિજિનેટ થશે એટલે કે આ ટ્રેન બાંદ્રાને બદલે વલસાડ સ્ટેશનથી ચાલશે અને આમ આ ટ્રેન બાંદ્રા-વલસાડ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
2. 27.08.2024 ના રોજ વેરાવળથી ચાલવા વાળી ટ્રેન નંબર 19218 વેરાવળ-બાંદ્રા એક્સપ્રેસ (સૌરાષ્ટ્ર જનતા) રાજકોટ સ્ટેશનથી શોર્ટ ઓરિજિનેટ થશે એટલે કે આ ટ્રેન વેરાવળને બદલે રાજકોટ સ્ટેશનથી ઉપડશે અને આમ આ ટ્રેન વેરાવળ-રાજકોટ વચ્ચે આંશિક રીતે રદ રહેશે…
ઉપરોક્ત ઉલ્લેખિત ટ્રેનો સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે…
