કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

સભાસદ ભેટ મર્યાદામાં ૬૬% થી લઈને ૧૫૦ % જેટલો વધારો

વાહનોની ખરીદી માટેની મર્યાદા નક્કી કરવામાં આવી

ગાધીનગર: રાજ્ય સરકાર દ્વારા સહકારી મંડળીઓના સભાસદી મંડળીઓ સાથે જોડાઈ રહે તે માટે સભાસદ ભેટ મર્યાદામાં ૬૬% થી લઈને ૧૫૦ % જેટલો વધારો કરવામાં આવ્યો છે તેમ સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું. સહકારી સંસ્થાઓના ચેરમેન-હોદ્દેદ્દારોના મોંઘા વાહન ખરીદી પર પ્રતિબંધ ભેટ મર્યાદામાં વધારો થતા સભાસદોને પ્રોત્સાહન મળશે રાજ્યકક્ષાની મંડળીઓ રૂા. ૬૦૦૦ના બદલે રૂા. ૧૦,૦૦૦ની મર્યાદામાં સભાસદોને ભેટ આપી શકશે…
ગુજરાતની ૮૯,૦૦૦થી વધુ સહકારી મંડળીઓના સભાસદોને લાભ મળશે મંત્રી વિશ્વકર્માએ કહ્યું હતું કે, પ્રાથમિક પ્રકારની સહકારી મંડળીઓ કે જેઓ દર વર્ષે રૂા. ૭૫૦ની મર્યાદામાં સભાસદોને ભેટ આપી શકતા હતા તે હવે રૂા.૧૨૫૦ સુધીની મર્યાદામાં સભાસદોને ભેટ આપી શકશે. તાલુકા કક્ષાની મંડળીઓ રૂા ૧૦૦૦ને બદલે રૂા.૨૫૦૦, જિલ્લા કક્ષાની મંડળીઓ રૂા. ૩૦૦૦ના બદલે રૂા.૫૦૦૦ અને રાજ્યકક્ષાની મંડળીઓ રૂા. ૬૦૦૦ના બદલે રૂા. ૧૦,૦૦૦ની મર્યાદામાં સભાસદોને ભેટ આપી શકશે. આમ સભાસદોને વધુ સારી ભેટ મળતા તેઓ મંડળી સાથે જોડાવા પ્રોત્સાહિત થશે જેથી સહકારી મંડળીઓનો વધુ સારો વિકાસ થશે. રાજ્ય સરકારે મંડળીઓને આપવામાં આવતી ભેટની ખરીદી પણ ઈટેન્ડરિંગ પદ્ધતિથી ખરીદવા જણાવ્યું છે, આનાથી આવી ભેટની ખરીદી સમયે થતી અનિયમિતતા પણ અટકશે…
રાજ્યમાં ૮૯,૦૦૦થી વધુ સહકારી મંડળીઓ આવેલી છે, જેમાં જિલ્લા દૂધ સંધોથી લઈને જિલ્લા બેંકો જેવી મોટી મોટી સંસ્થાઓનો પણ સમાવેશ થાય છે. આની સાથે કરોડો સભાસદો જોડાયેલા છે, ત્યારે સહકાર વિભાગ દ્વારા સહકારી મંડળીઓના વિકાસની સાથે સાથે વહીવટમાં પારદર્શિતા લાવવા માટે મહત્વના નિર્ણયો કરવામાં આવી રહ્યાં છે. સરકાર દ્વારા એકબાજુ ભેટની મર્યાદામાં વધારો કર્યો તો બીજી બાજુ સહકારી મંડળીઓમાં થતી મોંઘા વાહનોની ખરીદી પણ રોક લગાવવામાં આવી છે. મંડળીઓને અલગ અલગ કેટેગરીમાં વિભાજિત કરીને, નિશ્ચિત મોડેલ વાળા વાહનોથી મોંઘા વાહનો ન ખરીદવા જણાવાયું છે…

મંત્રીએ કહ્યું હતું કે, આ ઉપરાંત સહકારી મંડળીઓના સભાસદ માટે અગાઉ પણ રાજ્ય સરકારે ડિવિડન્ડની મર્યાદા ૧૫% થી વધારીને ૨૦% સુધી કરી છે જેનો લાભ કરોડો સભાસદોને થયો છે, સહકારી મંડળીઓમાં વાહનોની જરૂરિયાત રહે છે પરંતુ હોદ્દેદારો દ્વારા મંડળીઓમાં જરૂરી ન હોવા છતાં પણ મોંઘા વાહનોની ખરીદી કરવામાં આવતી હતી જે મંડળીના ફંડનો વ્યવસ્થિત વપરાશ નક્કી કરતો ન હતો જેથી રાજ્ય સહકારી કાઉન્સિલમાં સર્વાનુમતે લેવાયેલા નિર્ણય અનુસાર વાહનોની ખરીદી માટેની મર્યાદા નક્કી કરવામાં આવી છે…

એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો

Content Copying Forbidden !!

error: Content is protected !!