કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

સહકારી કાયદામાં ફેરફાર: નવા સુધારા ગેઝેટમાં પ્રસિધ્ધ

આ સુધારા નિયમો તમામ સહકારી મંડળીઓને લાગુ થશે

સભ્ય કલ્યાણ ફંડમાં નફાના મહત્તમ 3 ટકા જ ફાળવી શકાશે
વહિવટદાર માટે વેતનના પણ નિયમો; રાજય – જીલ્લા કક્ષાની એકથી વધુ મંડળી – બેંકમાં નહિ રહી શકે

ગુજરાત સરકાર દ્વારા સહકારી કાયદામાં કેટલાંક મહત્વપૂર્ણ બદલાવ કરવામાં આવ્યા છે જેની સહકારી બેંકો, દુધ સંઘો, મંડળની સહિતની સંસ્થાઓને અસર થઈ શકે છે. સમય કલ્યાણ ભંડોળ તથા વહિવટદારના પગાર, ફડચામાં જવાના સંજોગોમાં નાણાં ચુકવણીમાં પ્રાથમિકતા જેવા મુદાઓને નવા સુધારામાં આવરી લેવામાં આવ્યા છે…
ગુજરાત સહકારી મંડળી કાયદા 1965 ની કલમ 31 માં હવે કલમ 31 (એ) ઉમેરવામાં આવી છે. જે અંતર્ગત સહકારી સોસાયટીઓ (મંડળીઓ) વાર્ષિક નફાના ન્યુનતમ એક ટકા તથા મહતમ ત્રણ ટકા વાપરી શકશે. સહકારી સુત્રોએ કહ્યું કે અત્યાર સુધી કોઈ નિયમો ન હતા. જોકે, મોટાભાગે મંડળીઓ પાંચ ટકાથી ઓછા નફાની ફાળવણી કરતી હતી. સભ્યોને ભેટ આપવા સહિતના કાર્યોમાં તેનો ઉપયોગ થતો હતો.હવે સરકાર દ્વારા ન્યુનતમ અને મહતમ ફાળવણીની મર્યાદા નકકી કરવામાં આવી છે. એટલે મનઘડત ઉપયોગ ફાળવણી અટકશે. આ સિવાય મંડળીઓમાં ચૂંટાયેલી બોડીનો કાર્યકાળ પૂર્ણ થયો હોય કે અન્ય કોઈપણ કારણોસર વહિવટદારની નિમણુંક કરવામાં આવે તો તેના વેતનથી માંડીને અનેકવિધ નિયમો ઘડવામાં આવ્યા છે. જુદી જુદી સોસાયટી-બેંકનાં કાર્યક્ષેત્રનાં ધોરણે વહિવટદારને વેતનના નિયમ નકકી કરવામાં આવ્યા છે…
જે અંતર્ગત એપેકસ (મધ્યસ્થ) સોસાયટી હોય તો વહિવટકારને મહતમ 1.50 લાખનુ વેતન ચુકવી શકાશે જીલ્લા બેંક કે જીલ્લા દુધ સંઘમાં વહિવટદારને મહતમ એક લાખનુ વેતન ચુકવી શકાશે.આ સિવાયનાં ક્ષેત્રની મંડળીઓમાં રૂા.75000, તાલુકા લેવલની મંડળીમાં 25000, અર્બન કો.ઓપ.બેંકમાં એક લાખ, ખાંડ સહકારી મંડળીમાં 1 લાખનુ વેતન વહિવટદારને આપી શકાશે. મહત્વની વાત એ છે કે વહિવટદારની જવાબદારી કમીટી હસ્તક હોય તો વેતન સરખા ભાગે કમીટી મેમ્બરોમાં વહેંચવાનું રહેશે…
વહિવટદાર તરીકે સરકારી અધિકારી હોય તો તેને બેઝીક પગારના 10 ટકા વેતન ચુકવવાનું રહેશે. જયારે બાકીનાં 90 ટકા સરકારમાં જમા કરાવવાના રહેશે. એવો પણ નિયમ લાગુ કરાયો છે કે રાજય કે જીલ્લા કક્ષાની મંડળીમાં નિયુકત વહિવટકાર માત્ર એક જ મંડળીમાં કાર્યરત રહી શકશે અન્ય નાની મંડળી હોય તો એક વહિવટદાર પાંચ મંડળીનું સંચાલન કરી શકશે. અર્બન કો.ઓપરેટીવ બેંક હોય અને તેમાં વેતનનો નિર્ણય રિઝર્વ બેન્કે કર્યો હોય તો આરબીઆરનો જ નિર્ણય લાગુ પડશે. રાજય સરકારે સહકારી કાયદાનાં સુધારામાં ફડચા પ્રક્રિયાને પણ આવરી લીધી છે. ફડચામાં થતી મંડળીઓના નાણાની પ્રાથમિકતા નકકી કરવામાં આવી છે. રાજય સરકાર દ્વારા આ સુધારાનું નોટીફીકેશન 27 ફેબ્રુઆરીનાં રોજ પ્રસિધ્ધ કરવામાં આવ્યુ છે આ સુધારા નિયમો તમામ સહકારી મંડળીઓને લાગુ થશે…

Content Copying Forbidden !!

error: Content is protected !!