વાંકાનેર: વાંકાનેરના સીટી સ્ટેશન રોડ પર વર્ષો પુરાણું પ્રસિદ્ધ શ્રીધર્મચોક ગરબી મંડળ કે જયાં માઁનાં ગુણગાન ગવાય છે, તે આઈ શ્રી ખોડીયાર માતાજીનું મંદિર આવેલ છે.
ત્યાં ગરબી મંડળ તથા ત્યાંના રહીશો માંઈ ભકતો દ્વારા છપ્પનભોગ દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જયાં માઁના ભકતજનો દ્વારા પોતપોતાના ઘરેથી વિવિધ વાનગી બનાવી મંદિર ખાતે છપ્પનભોગમાં માતાજીને ધરવામાં આવેલ.
ત્યાં રહીશો દ્વારા છપ્પન વાનગીને બદલે એકસો ચોપ્પન વાનગીઓ માઁના ભકતો દ્વારા માઁને ધરાવવામાં આવેલ હતી.ગરબી મંડળ દ્વારા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ હતું.
જેમાં મોટી સંખ્યામાં ત્યાંના રહીશો મંડળના સભ્યો, આમંત્રીત મહેમાનો કાર્યક્રર્તા વિગેરે ઉપસ્થિત રહી પ્રસાદનો લાભ લીધો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા મંડળના અગ્રણી જયેશભાઈ ત્રિવેદી તથા જશુભાઈ પાટડીયા સહીત મિત્રમંડળ તેમજ મહીલા મંડળની બહેનોએ જહેમત ઉઠાવી હતી.