લજાઈ ગામમાં બે પરિવાર વચ્ચે ઝઘડો
લજાઈ ગામમાં બે પરિવાર વચ્ચે ઝઘડો
ટંકારા: લજાઈ ઉગમણા ઝાંપા પાસે રહેતા જયાબેન આલાભાઈ દલાભાઈ ચાવડા જાતે-અનુ.જાતી (ઉ.વ-૬૦) વાળાએ ફરિયાદમાં લખાવેલ છે કે ગઈ તા-૧૨/૦૯/૨૦૨૪ ના રોજ ફરિયાદીના પૌત્ર રાહુલના મામાની દિકરી લક્ષ્મીબેન હિરાભાઈ ચૌહાણ અમારા ઘરે આવેલ અને તેને રાહુલ સાથે એકાદ વર્ષથી પ્રેમસબંધ
હોય અને તે ઘરે આવી રાહુલ સાથે લગ્ન કરવાનુ કહેતી હોય જેથી તેને સમજાવેલ અને કહેલ કે, તુ બે દિકરાની માં છો અને મારો રાહુલ કુંવારો છે, જેથી રાહુલના લગ્ન તારી સાથે નહિ કરીએ; તેમ કહેતા આ લક્ષ્મી રાડો પાડી ગુસ્સે થઈ ઘરેથી નીકળી ગયેલ અને ત્યારબાદ ગઈકાલ તા-૧૩/૦૯/૨૦૨૪ ના રોજ રાત્રીના ફરીથી ઘરની
બહાર આવેલ અને રાહુલ સાથે બોલાચાલી કરતી હોય જેથી બોલાચાલી કરવાની ના પાડતા લક્ષ્મી ગાળો આપવા લાગેલ અને થોડીવારમા તેનો ભાઈ સુરેશભાઈ હાથમા લાકડાનો ધોકો લઈ આવેલ અને તેની સાથે તેની મમ્મી- સવીતાબેન અને મીલન પોપટભાઈ જાદવ રહે-મોરબી વાળો એમ ત્રણેય જણા આવી સવીતાબેન
તથા લક્ષ્મીએ મારી સાથે ઝપાઝપી કરી ઢીકાપાટુનો માર મારી મને પછાડી દિધેલ અને સુરેશે મારા દિકરા અમ્રુતને કહેલ કે, તારા લીધેજ રાહુલ મારી બહેન સાથે લગ્નની ના પાડે છે તેમ કહી તેના હાથમા રહેલ લાકડાના ધોકાનો એક ઘા પગમા મારેલ અને મીલન પણ અમ્રુતને આડેધડ ઢીકાપાટુનો માર મારવા લાગેલ. દકારો
થતા પાડોશમા રહેતા અશોકભાઈ જીવાભાઈ તથા હરીભાઈ દલાભાઈ આવી જતા અને તે વખતે આ લક્ષ્મીબેનના ભાભી અને બીજા એક અજાણ્યા ભાઈ પણ આવી ગયેલ.
ટંકારા પોલીસ ખાતાએ ભારતીય ન્યાય સહીતાની કલમ ૧૧૫(૨), ૩૫૨, ૩૫૧(૩), ૫૪ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ જીલ્લા.મેજી.સા. મોરબીના હથીયાર બંધી જાહેરનામાનો ભંગ કરી ગુન્હો નોંધી આગળની કાર્યવાહી કરેલ છે…