મામલતદાર દ્વારા ખુલ્લું મુકાયું
વાંકાનેર મોરબી નેશનલ હાઇવે પર વઘાસિયા ટોલ પ્લાઝામાં ટોલ ટેક્સ બચાવવા રોજના અસંખ્ય વાહનો આડે રસ્તે પસાર થઈ રહ્યા હતા જેને કારણે સરકારની તિજોરીને લાખો રૂપિયાની નુકશાની વેઠવાનો વારો આવ્યો હતો જેને રોકવા નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા મુખ્ય
ટોલ પ્લાઝા થી વાંકાનેર તરફથી વઘાસિયા ગામમાંથી પસાર થઈ ટોલ ટેક્સ બચાવી આગળ નીકળી જવાતું હતું જે વાહનો ટેક્સ ભરી આગળ વધે તે માટે ટોલ પ્લાઝાની બંને બાજુ ચેક ટોલ પ્લાઝા કાર્યરત કરાયું હતું. જેનું ઉદઘાટન રીબીન કાપી હાઇવે ઓથોરિટીના
અધિકારી અનિલ માણાવદરિયા દ્વારા મામલતદાર ઉત્તમ કાનાણી ટોલ પ્લાઝાના મેનેજર હવાસિંઘ સહિત અનેક અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા…
ટોલ પ્લાઝા પર ટેક્સ ન ભરવો પડે તે માટે આ રસ્તેથી રોજના હજારો વાહનો પસાર થઈ રહ્યા હતા જેને કારણે સરકારની તિજોરીને રોજની લાખો રૂપિયાની નુકશાની વેઠવી પડતી હતી જેને રોકવા આજે ચેક ટોલ પ્લાઝા કાર્યરત કરાયું છે. કોઈ અનિચ્છનિય ઘટના ઘટે નહિ તે
માટે શહેર પોલીસ મથકના પીઆઈ એચ.વી.ઘેલા તથા પોલીસ ટીમ તૈનાત કરવામાં આવી હતી. જો કે પ્રાપ્ત માહિતી મુજબ હાલ ઉદઘાટન કરાયું છે પરંતુ આગામી દિવસોમાં દિવાળીના તહેવારો આવતા હોવાથી ચેક ટોલ પ્લાઝા પરથી દિવાળી તેહવારો બાદ
ટોલ ટેક્સ લેવામાં આવશે ટોલ પ્લાઝાના મેનેજર હવાસીંઘ દ્વારા જણાવાયું હતું.