બે વર્ષનો બાળક રમતો હતો ત્યારે કારે હડફેટે લીધો
વાંકાનેર: તાલુકાના રાતાવિરડા ગામ પાસે કાર ચાલકે બાળકને હડફેટ લેતા બે વર્ષના બાળકનું મોત નિપજેલ છે. બનાવ અંગે પોલીસ દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.


વાંકાનેર તાલુકાના રાતાવિરડા ગામ પાસે આવેલા સરતાનપર રોડ ઉપર રહેતા પરિવારનો યુવરાજ પ્રવીણભાઈ ગુડિયા નામનો બે વર્ષનો બાળક રાતાવિરડા પાસે આવેલા જીકે મિનરલ્સ નામના યુનિટની પાસે રોડ નજીક રમતો હતો ત્યારે આઇ ટેન કારના ચાલકે તેને હડફેટ લેતા ગંભીર ઇજાઓ થઈ હતી અને તેને મૃત હાલતમાં જ 108 વડે મોરબીની સિવિલે લાવવામાં આવ્યો હતો. બનાવને પગલે મોરબી એ ડિવિઝન પોલીસમાં જાણ કરવામાં આવતા સ્ટાફના ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા નોંધ કરીને પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી. અને બનાવ સંદર્ભે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે.
