ટંકારા: અમરાપર રોડ ઉપર ઉગમણા નાકા પાસે ઝૂંપડામાં રહેતા આદિવાસી પરિવારના સાત વર્ષના બાળકને સાંજના સમયે કોઈ ઝેરી જંતુ કરડી જતા તેને સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જેથી કરીને આ બનાવની હોસ્પિટલ મારફતે ટંકારા તાલુકા પોલીસને જાણ કરી હતી જેથી કરીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે
બનાવી જાણવા મળતી માહિતી પ્રમાણે ટંકારાના અમરાપર રોડ ઉપર ઉગમણા નાકા પાસે ઝૂંપડામાં રહેતા પ્રકાશભાઈ બારીયા જાતે આદિવાસીનો દીકરો સાત વર્ષનો દીકરો આશિક બારીયા ઘરે ઝૂપડામાં સાંજના 6:00 વાગ્યાના અરસામાં સૂતો હતો અને તે ઉઠ્યો ત્યારે
તેના ખબર પડી કે કોઈ ઝેરી જંતુ કરડી જતાં તેને પ્રાથમિક સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની જનાના હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં ચાલુ સારવાર દરમિયાન તે બાળકનું મોત નીપજયું હતું. જેથી આ
બનાવની રાજકોટની સરકારી હોસ્પિટલ મારફતે ટંકારા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી પોલીસે આગળની કાર્યાવહી કરેલ છે અને વધુ તપાસ એસ.બી. સીદીકી ચલાવી રહ્યા છે