વાંકાનેર: રાતીદેવડી રોડ ઉપર આવેલ નીર્મલા કોન્વે સ્કુલ પાસે રિક્ષામાં આગળના ભાગે બેઠેલ બાળક નીચે પડી ગયો હતો, તે બાળકનું સારવાર દરમ્યાન મોત નીપજયું હતું….
બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાનાં માણેકવાડા ગામે રહેતા વિહાભાઇ વિંજવાડીયાનો 10 વર્ષનો દીકરો ગોપાલભાઇ વિંજવાડીયા ગઇ કાલે સવારે રાતીદેવડી રોડ ઉપર આવેલ નીર્મલા કોન્વે સ્કુલ પાસેથી છકડો રીક્ષા નં જીજે 36 ડબલ્યુ 1223 માં આગળના ભાગે પેટી ઉપર બેસીને વાંકાનેર તરફ જતો હતો ત્યારે વાંકાનેર રાતીદેવડી રોડ ઉપર નીર્મલા કોન્વે સ્કુલ પાસે રોડ ઉપર
અચાનક છકડો રીક્ષામાંથી તે નીચે પડી જતા બાળકને માથામાં પાછળના ભાગે ગંભીર ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે પ્રથમ વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે અને પછી વધુ સારવાર માટે રાજકોટ લઈ જતા હતા ત્યારે રસ્તામાં
ખીજડીયા ગામના પાટીયા પાસે તે બાળકનું એમ્બ્યુલન્સમાં જ મોત નીપજયું હતું જેથી આ અંગેની વાંકાનેર સિટી પોલીસને જાણ કરેવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે અને વધુ તપાસ રમેશચંદ્ર રાયધનભાઇ મિયાત્રા કરી રહ્યા છે…