વાંકાનેર તાલુકામાં આવતા સરતાનપર રોડ ઉપર સીરામીક યુનિટમાં રહીને મજૂરી કામ કરતા અને ત્યાં લેબર કવાટરમાં રહેતા પરિવારનો સાત વર્ષનો બાળક લેબર કવાટરના બીજા માળેથી રમતાં રમતાં નીચે પડી જતા તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જેથી તેના ડેડબોડીને

પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઇ જવામાં આવતા સ્થાનિક પોલીસે પ્રાથમિક તપાસ કરીને બનાવ સંદર્ભે આગળની તપાસ માટે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરી હતી

પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે સરતાનપર રોડ ઉપર આવેલ ઇનબિટો સિરામિક નામના યુનિટના લેબર કવાટરમાં રહીને ત્યાં જ મજૂરી કામ કરતા પરિવારનો ગૌતમ મોહનભાઈ સિંગાર નામનો સાત વર્ષનો બાળક લેબર ક્વાર્ટરમાં રમતો હતો ત્યારે રમતાં રમતાં તે

બીજા માળેથી નીચે પડી ગયો હતો. જેથી તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અને તેને ડેડબોડીને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઇ જવામાં આવ્યું હતું. હોસ્પિટલમાંથી યાદી આવતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ ફુલતરીયા દ્વારા

પ્રાથમિક તપાસ કરીને બનાવ સંદર્ભે આગળની તપાસ માટે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી.
સૌ પ્રથમ અને સીધા જ તમારા મોબાઈલમાં સમાચાર વાંચવા
