જિનપરાના આધેડનું બેભાન અવસ્થામાં મોત
વાંકાનેર: તાલુકાના ઢુવા નજીક પાણીની કુંડીમાં ડૂબી જતાં બાળકનું મૃત્યુ નીપજ્યું હતું. તેમજ જિનપરામા ઉલ્ટી, ઉધરસ બાદ આધેડનું મૃત્યુ નીપજ્યું હતું…

જાણવા મળ્યા મુજબ પ્રથમ બનાવમાં વાંકાનેર તાલુકાના ઢુવા ખાતે ભવાની કાંટા નજીક માટેલ રોડ ઉપર આવેલ સતાધાર ઈન્ડસ્ટ્રીઝમાં કામ કરતા મૂળ મધ્યપ્રદેશના વતની મુકેશભાઈ કનસિંગ માવીનો ચાર વર્ષનો પુત્ર યોગેશ રમતા રમતા પાવડરના ઢગલામાંથી કુંડીમાં પડી જતા શ્વાસ રૂંધાઇ જતા મૃત્યુ નીપજ્યું હતું.

બીજા બનાવમાં વાંકાનેરના જિનપરા વિસ્તારમાં રહેતા વિનોદભાઈ ધનજીભાઈ ધામેચા (ઉ.54) વાળાને બીપી, ડાયાબીટીસની બીમારી હોય તેમના ઘેર ઉલટી, ઉધરસ બાદ શ્વાસ ચડી જતા બેભાન બની ગયા બાદ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું…

