રોષે ભરાયેલા લોકોએ ચક્કાજામ કર્યો હતો
વાંકાનેર: તાલુકાની જામસર ચોકડી પાસે એક ડમ્પરે બાઈકને હડફેટ લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો અને એક યુવાન પોતાના પરિવાર સાથે બાઇક પર જઈ રહ્યો હતો, ત્યારે ડમ્પરે તેમને અડફેટે લેતા એમના 6 વર્ષીય પુત્રનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે અકસ્માતમાં એમનીપત્નીને રાજકોટ અને 8 વર્ષીય પુત્રીને અમદાવાદની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઇ છે, આ ઘટનાથી રોષે ભરાયેલા સ્થાનિક લોકોએ જામસર ચોકડી પર ચક્કાજામ કર્યો હતો અને ભારે વાહનોની અવરજવર રોકી દીધી હતી…
જાણવા મળ્યા મુજબ નાગલપરના કુંવરજીભાઇ જીલાભાઇ રાતોજા (ઉ.વ.૩૫) એ ફરિયાદમાં લખાવેલ છે કે પોતાને સંતાનમાં સૌથી મોટી દીકરી અર્ચના (ઉ.વ.૧૩), દીકરો રામજી (ઉ.વ.૧૧), દીકરી ગોપી (ઉ.વ.૦૯) તથા સૌથી નાનો દીકરો સુરેશ (ઉ.વ.૦૬) છે. તા.૧૦/૦૨/૨૦૨૫ ના સવારના હુ તથા મારી પત્નિ જાના, મારી દીકરી અર્ચના તથા નાનો દીકરો સુરેશ એમ ચારેય જણા ઢુવા SBI બેન્કનું કામ પતાવી
હીરો સ્પ્લેન્ડર પ્લસ મો.સા. નંબર GJ-૩૬-AA-૫૩ ૪૮ વાળુ લઈને ઢુવાથી નાગલપર જવા નીકળેલ અને માટેલ થઈ જામસર ચોકડી જતા હતા ત્યારે હું મારી સાઇડમાં મારુ બાઇક ચલાવી જતો હતો એવામાં પાછળથી એક ડમ્પર પુરપાટ એકદમ સ્પીડમાં આવેલ અને મોટર સાયકલની પાછળ ઠોકર મારતા હું પડી ગયેલ અને આ ડમ્પરવાળો ભાગી ગયેલ હતો. મને તથા મારી ઘરવાળી તથા મારા બન્ને બાળકોને
લાગેલ હતુ અને મારા નાના દીકરા સુરેશને માથામાં ગંભીર ઇજા થયેલ અને મારા ઘરનાને પેડુમાં તથા કમરના ભાગે લાગેલ ત્યારબાદ ૧૦૮ એમ્બ્યુલન્સમાં વાંકાનેર સરકારી દવાખાને લઇ ગયેલ હતા. મારો નાનો દીકરો સુરેશ ઉ.વ.૦૬ નો કંઇ બોલતો ચાલતો ન હતો અને મરણ ગયેલ
ત્યાં મારો નાનો ભાઇ મુકેશ પણ આવી ગયેલ હતો અને અમને વાંકાનેર સરકારી દવાખાને પ્રાથમીક સારવાર આપેલ અને મારા ઘરનાને અને દીકરી અર્ચનાને રાજકોટ રીફર કરેલ અને રાજકોટ સીવીલમાંથી હાથની નસ બંધ થઈ ગયેલ હોય જેથી અમદાવાદ સીવીલમાં ગઇ રાત્રે રીફર કરેલ છે અને મારા ઘરનાને રાજકોટ સરકારી દવાખાને લઈ ગયેલ હતા અને તેને ત્યા દાખલ કરેલ છે…
આ ઘટનાથી રોષે ભરાયેલા સ્થાનિક લોકોએ જામસર ચોકડી પર ચક્કાજામ કર્યો હતો અને ભારે વાહનોની અવરજવર રોકી દીધી હતી. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, આ વિસ્તારમાં ડમ્પર ચાલકો માતેલ સાંઢણી માફક ઓવર સ્પીડમાં અને ઓવરલોડ માલ સાથે વાહન ચલાવે છે, જેના કારણે વારંવાર અકસ્માતો સર્જાય છે. લોકોએ આવા બેજવાબદાર વાહન ચાલકો સામે કડક કાર્યવાહીની માગ કરી છે. આગેવાનોએ આ ખનિજચોર ચોરી કરતા અને ઓવરલોડમાં ઓવર સ્પીડમાં ચાલતા ડમ્પરો જવાબદાર અધિકારી અને તંત્રને દેખાતા નથી ખનીજ ચોરો અને તંત્રની મિલીભગત હોય તેવો આક્ષેપ કર્યો છે અને ધમકી ઉચારી છે કે જો તંત્ર આ દિશામાં કાયદેસરની કાર્યવાહી નહીં કરે તો વધુ આક્રમક આંદોલન કરવામાં આવશે…