વાંકાનેર: રાતીદેવરી ગામની સીમમાં આવેલ કારખાનામાં સાડા ત્રણ વર્ષના પુત્રને સાપ કરડી જતાં મૃત્યુ નીપજ્યું છે…



જાણવા મળ્યા મુજબ વાંકાનેર શહેર નજીક આવેલા તાલુકાના રાતીદેવરી ગામની સીમમાં આવેલ અરમાનભાઈ કડીવારના જેબીએસ રિફ્રેક્ટરી કારખાનામાં રહી કામ કરતાં મધ્યપ્રદેશના વતની રાહુલભાઇ મંગલસીંગ ડામોરના સાડા ત્રણ વર્ષનો પુત્ર ધર્મેશ કારખાનામાં સુતો
હોય ત્યારે તેને સાપ કરડી જતાં તાત્કાલિક બેભાન હાલતમાં સારવાર અર્થે રાજકોટ ઝનાના હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હોય, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. જેથી આ બનાવની વાંકાનેર સીટી પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
