વીરપરથી પાનેલી રોડ ઉપર દારૂ પહોંચાડવા જતા પકડાયા
વાંકાનેર: તાલુકાના વીરપર ગામમાં અગાઉ ઘણી વાર પોલીસે દારૂ બનાવવાની ભઠ્ઠીઓ પકડેલ છે, ત્યારે ચોંકાવનારી ઘટના એ બની છે કે દેશી દારૂની ફેરીમાં હવે બાળકિશોરોનો પણ ઉપયોગ થઇ રહ્યો છે…


જાણવા મળ્યા મુજબ સરતાનપર અને પાનેલી રોડ ઉપરથી બાઈક નંબર જીજે 36 એએસ 0467 લઈને બે બાળ કિશોર પસાર થઈ રહ્યા હતા ત્યારે પોલીસ દ્વારા તેને રોકીને ચેક કરવામાં આવતા તેની પાસેથી 18 લિટર દેશી દારૂનો જથ્થો મળી આવતા પોલીસે 3600 રૂપિયાની કિંમતમાં દારૂ, 20,000 રૂપિયાની કિંમતનું બાઈક અને તેની પાસેથી 11,000 ની કિંમતના ત્રણ મોબાઈલ ફોન આમ 


કુલ મળીને 34,600 ની કિંમતનો મુદ્દા માલ કબજે કર્યો હતો અને પકડાયેલ બાળકીશોરોની પૂછપરછ કરવામાં આવતા વાંકાનેર તાલુકાના વીરપર ગામે રહેતા મેરૂ રમેશભાઈ દેકાવાડિયા પાસેથી દારૂનો જથ્થો લઈને તેઓ મોરબીના પાનેલી રોડ ઉપર વિનુ સલાટને દેશી દારૂનો જથ્થો આપવા માટે જતા હતા તેવું સામે આવ્યું હતું જેથી બે બાળકિશોર સહિત કુલ ચાર વ્યક્તિઓ સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
