શારીરિક સંબંધની ઉંમર 16 વર્ષ કરો: હાઇકોર્ટે કેન્દ્ર સરકારને આપી સૂચના
મધ્યપ્રદેશ હાઈકોર્ટે ભારત સરકારને છોકરા અને છોકરીની વચ્ચે પરસ્પર સંમતિથી બનતા શારીરિક સંબંધ બનાવવાની ઉંમરને 18 વર્ષથી ઘટાડીને 16 વર્ષ કરવાની સલાહ આપી છે. હાઈકોર્ટે કહ્યું કે આજનાં સમયમાં સોશિયલ મીડિયાને લઈને જાગરુતી અને સરળ ઈન્ટરનેટ કનેક્ટિવિટીનાં લીધે બાળકો જલ્દી સમજદાર અને જવાન થઈ રહ્યાં છે.
14 વર્ષની ઉંમરમાં જ જવાન થઈ જાય છે
POCSO એક્ટ અંતર્ગત નોંધાયેલા કેસની સુનાવણી કરતાં હાઈકોર્ટે ગ્વાલિયર ખંડપીઠને કહ્યું કે આજકાલ સોશિયલ મીડિયા અને ઈન્ટરનેટની સરળ ઉપલબ્ધતાને કારણે 14 વર્ષની ઉંમરમાં જ છોકરા-છોકરીઓ જવાન અને સમજદાર થઈ જઈ રહ્યાં છે. જેના કારણે છોકરો અને છોકરી એકબીજા પ્રત્યે આકર્ષિત થઈ રહ્યાં છે અને આકર્ષણનાં કારણે તેઓ પરસ્પર સંમતિથી શારીરિક સંબંધ બનાવી રહ્યાં છે.
તમામ છોકરાઓ ક્રિમિનલ હોતા નથી
કોર્ટે કહ્યું કે આવા કેસમાં તમામ છોકરાઓ ક્રિમિનલ હોતા નથી. આ માત્ર ઉંમરની વાત છે તેથી જ્યારે પણ તેઓ છોકરીઓનાં સંપર્કમાં આવે છે ત્યારે શારીરિક સંબંધ બનાવી બેસે છે. આ સાથે જ હાઈકોર્ટે ક્રિમિનલ લૉ એક્ટ 2013માં એક છોકરી દ્વારા પરસ્પર સંમતિથી સંબંધ બનાવવાની ઉંમરને 16 થી 18 વર્ષ કરી દેવા પર પણ ટિપ્પણી કરી. ખંડપીઠે કહ્યું કે પરસ્પર સંમતિની ઉંમર 18 વર્ષ હોવાને લીધે સમાજમાં છોકરાઓની સાથે ક્રિમિનલ જેવો વ્યવહાર કરવામાં આવે છે.
2013માં ઉંમર સીમા વધારી દેવાઈ હતી
2013માં ક્રિમિનલ લૉમાં પહેલા છોકરા છોકરીઓની પરસ્પર સંમતિથી શારીરિક સંબંધ બાંધવાની ઉંમર 16 વર્ષ હતી. તેવામાં નાની ઉંમરની છોકરીઓની સાથે શારીરિક સંબંધને બળાત્કાર માનવામાં આવતો હતો. જેના લીધે 2013માં આ કાયદામાં ફેરફાર કરીને ઉંમરને 16 વર્ષથી વધારીને 18 વર્ષ કરવામાં આવી હતી. હવે ફરી એકવાર આ ઉંમર 16 વર્ષ કરવાની સલાહ મધ્યપ્રદેશ હાઈકોર્ટે આપી છે.