કોટડા નાયાણી, કોઠારીયા, ગારીયા, ઢુવા, ઘીયાવડ, ધરમનગર, વિરપર કોમ્યુનિટી હોલ બનશે
વાંકાનેર તાલુકાના લુણસરથી ચિત્રાખડા રોડના રિસરફેસિંગ માટે કિસાન વિકાસપથ યોજના હેઠળ અને વાંકાનેર તાલુકાના સાત ગામોમાં એમ.પી.ની ગ્રાન્ટમાંથી કોમ્યુનિટી હોલ બનાવવા ટેન્ડર મંગાવવામાં આવ્યું છે…

વાંકાનેર તાલુકાના લુણસરથી ચિત્રાખડા રોડ કિ.મી. ૦/૦ થી ૫/૮૫૦ વી.આર. કિસાન વિકાસપથ યોજના સામાન્ય વર્ષ ૨૦૨૩-૨૪ હેઠળ રિસરફેસિંગ માટે ટેન્ડર મંગાવવામાં આવ્યા છે, આ ટેન્ડરની છેલ્લી તારીખ ૧૭/૧૧/૨૦૨૫ છે, એસ્ટીમેન્ટ ૨,૫૧,૦૯,૭૪૮ રૂપિયા છે, ડિપોઝીટ ૨,૫૨,૦૦૦ રૂપિયા છે

વાંકાનેરના વિવિધ ગામોમાં Pkg No.rpc-1/mrb/communityhall/p.01 હેઠળ એમપી ગ્રાન્ટ વર્ષ ૨૦૨૫-૨૬ કોમ્યુનિટી હોલના બાંધકામ માટે ટેન્ડર મંગાવવામાં આવ્યા છે, જેમાં કોટડા નાયાણી, કોઠારીયા, ગારીયા, ઢુવા, ઘીયાવડ, ધરમનગર, વિરપર ગામોનો સમાવેશ થાય છે. આ ટેન્ડરની છેલ્લી તારીખ 17/11/2025 છે, એસ્ટીમેન્ટ 1,29,06,030 રૂપિયા છે, ડિપોઝીટ 1,30,000 રૂપિયા છે..
