છ આરોપીઓ નાસી ગયા
રૂ. ૧૩,૨૬,૦૦૦/-નો મુદ્દામાલ કબ્જે
વાંકાનેર: તાલુકાના ચીત્રાખડા ગામની સીમમાં પોલીસ ખાતાએ દરોડો પાડી કુલ તેર જણા સામે જુગાર રમવા અંગે કાર્યવાહી કરેલ છે, જેમાંથી છ આરોપીઓ નાસી ગયા હતા, રેઇડ દરમ્યાન રોકડ રૂ.૫, ૮૫,૫૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૦૫ કી.રૂ.૯૫,૫૦૦ તથા કબ્જે કરેલ, ૧૦ મોટર સાયકલ તથા એક બોલેરો ફોર વ્હિલ ગાડી મળી વાહનોની કુલ કિ રૂ.૬,૪૫,૦૦૦/- ગણી તમામ મુદામાલની કુલ કિ રૂ. ૧૩,૨૬,૦૦૦/-ના મુદ્દામાલ સાથે છ ઇસમો હાજર મળી આવેલ હતા….
જાણવા મળ્યા મુજબ આરોપી વાંકાનેર તાલુકાના ચીત્રાખડા ગામની સીમમાં પોલીસ ખાતાએ દરોડો પાડી જુગાર રમતા/ રમાડતા નંબર-(૧) નાએ પોતાના અંગત ફાયદા સારૂ પોતા ના કબ્જા ભોગવટાની વાડીના રહેણાક મકાનના રૂમમાં બહારથી આરોપીઓ નં-(૨) થી (૧૩) તથા નાશી જનાર અન્ય આરોપીઓને બોલાવી ગેરકાયદેસર જુગાર રમવાના સાધનો/સામગ્રી પુરા પાડી તેની અવેજીમાં નાલ ઉઘરાવી ગંજીપતાના પાના વડે પૈસાની હારજીતનો તીનપતિનો રોનનો જુગાર રમી/રમાડતા રેઇડ દરમ્યાન રોકડ રૂ.૫, ૮૫,૫૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૦૫ કી.રૂ.૯૫,૫૦૦ તથા કબ્જે કરેલ, ૧૦ મોટર સાયકલ તથા એક બોલેરો ફોર વ્હિલ ગાડી મળી વાહનોની કુલ કિ રૂ.૬,૪૫,૦૦૦/- ગણી તમામ મુદામાલની કુલ કિ રૂ. ૧૩,૨૬,૦૦૦/-ના મુદ્દામાલ સાથે છ ઇસમો હાજર મળી આવી તેમજ આરોપી નં(૭) થી (૧૩) તથા અન્ય આરોપીઓ સ્થળ પરથી રેઈડ દરમ્યાન સાથે લાવેલ વાહનો મુકી નાસી જતા ગુન્હો જુ.ધા કલમ ૪-૫ મુજબ નોધાયો છે આરોપીઓના નામ નીચે મુજબ છે….
પકડાયેલ આરોપીઓ:
(1) ભગવાનજીભાઈ ઉર્ફે હરેશભાઇ સવશીભાઇ જેજરીયા (ઉ.26) રહે. ચીત્રાખડા
(2) ચાપરાજભાઇ કાનભાઈ માલા (ઉ.39) હનુમાન ડેરી પાસે, ગામ વેલાળા (સાય, તા. થાનગઢ)
(3) રાજેશભાઇ શાંતીદાસ દેસાણી (ઉ.37) ગામ. વગડીયા, તા. મૂળી
(4) સુરેશભાઈ કેશુભાઈ સાબરીયા (ઉ.32) હનુમાન મંદિર પાસે, ગામ નવાગામ (થાન)
(5) શામજીભાઈ કાળુભાઇ દેથરીયા (ઉ.27) રામપરા ચોકમાં, તા: થાનગઢ
(6) ઉદયભાઇ સોમલાભાઇ ખાચર (ઉ.29) ગામ વેલાળા (સાય, તા. થાનગઢ)
(7) કરમશીભાઇ સવશીભાઇ જેજરીયા ગામ ચીત્રાખડા
નાસી જનાર આરોપીઓ:
(8) હિરો એચએફ ડિલકસ કંપનીનુ મોટર સાયકલ રજી નંબર જીજેતેર એસી સાડત્રીસ આગીયાર વાળુ મુકી નાશી જનાર
(9) હિરો સ્પલેન્ડર કંપનીનુ મોટર સાયકલ આગળ પાછ ળ રજી નંબર ન હોય જેના ચેસીસ નંબર એમ બી એલ એચ એ આર ઓ આઠ આઠ એચ એસ સી એ છવીસ ચૌદ વાળુ
(10) હોન્ડા કંપનીનુ લીવો મોટર સાયકલ રજી નંબર જીજે તેર બીજે સતર એકોતેર વાળુ મુકી નાશી જનાર
(11) હિરો કંપનીનુ સ્પલેન્ડર મોટર સાયકલ રજી નંબર જી જે છત્રીસ એએન તેત્રીસ એકસઠ વાળુ મુકી નાશી જનાર
(12) હિરો હોન્ડા કંપનીનુ સ્પલેન્ડર મોટર સાયકલ રજી નંબર જીજે છતત્રીસ પી બાવીસ પંચાવન વાળુ મુકી નાશી જનાર
(13) હિરો કંપનીનુ સ્પલેન્ડર પ્લસ મોટર સાયકલ રજી નંબર જીજે તેર બી એચ તેત્રીસ એકત્રીસ વાળુ મુકી નાશી જનાર
કાર્યવાહી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના એ.એસ.આઇ ચમનભાઈ ડાયાભાઈ ચાવડા, પો. સબ ઇન્સ. એલ.એ.ભરગા સાહેબ, એ.એસ.આઈ. રામભાઈ મંઢ, ક્રીપાલસિંહ ચાવડા, પો.હેડ.કોન્સ ધર્મેન્દ્રભાઈ રાકજા, પો કોન્સ સામંતભાઈ છુછીયા, પો કોન્સ શકિતસિંહ પરમાર તથા પો કોન્સ હરપાલસિંહ ઝાલા દ્વારા કરવામાં આવી હતી…