તું અમારી બાતમી પોલીસને કેમ આપે છે કહીને ઝઘડો કર્યો
વાંકાનેર તાલુકાના નવા રાજાવડલા ગામે “તું અમારી બાતમી પોલીસને કેમ આપે છે તેવું કહીને યુવાન અને તેના ભાઈઓને મારવામાં આવ્યો હતો અને ત્યારે સામ સામે મારામારીનો બનાવ બન્યો હતો; જે બનાવ સંદર્ભે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે બંને પક્ષેથી ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુના નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના નવા રાજાવડલા ગામે રહેતા સંજયભાઈ બાબુભાઈ સોલંકી (૩૦)એ હાલમાં ધીરુભાઈ ગોવિંદભાઈ શેટાણીયા અને તેના ભાઈ સંજયભાઈ ગોવિંદભાઈ શેટાણીયા રહે બંને નવા રાજાવડલા વાળાની સામે
વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે. કે ધીરુભાઈ શેટાણીયાએ તેની પાસે આવીને કહ્યું હતું કે, “તુ અમારી બાતમી પોલીસને કેમ આપે છે” તેમ કહીને આરોપીઓએ તેને જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને
લોખંડના પાઇપ પડે માર મારીને ઈજા કરી હતી ત્યારે ફરિયાદીના ભાઈ નિલેશને પણ લોખંડના પ વડે માર મારીને અંગૂઠામાં ફ્રેક્ચર જેવી ઇજા કરેલ છે તથા આકાશને લોખંડનો પાઇપ મારીને તેને પણ ઇજા કરેલ છે જેથી કરીને હાલમાં ભોગ બનેલા યુવાન સહિતના ત્રણેયને
સારવારમાં ખસેડવામાં આવ્યા હતા ત્યાર બાદ સંજયભાઈ સોલંકીએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બે શખ્સોની સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
તો સામા પક્ષેથી આ બનાવમાં નવા રાજાવડલા ગામે રહેતા ધીરુભાઈ ગોવિંદભાઈ શેટાણીયા જાતે કોળી (૨૮)એ સંજયભાઈ બાબુભાઈ સોલંકી નિલેશભાઈ બાબુભાઈ સોલંકી અને આકાશ બાબુભાઈ સોલંકી રહે ત્રણેય જુના રાજાવડલા વાળાની સામે ફરિયાદ નોંધાવી છે
જેમાં તેણે જણાવ્યું છે કે આરોપી સંજયભાઈ સોલંકીને બે દિવસ પહેલા ઘર પાસે ઉભા નહી રહેવા માટે થઈને કહ્યું હતું જે બાબતનો ખાસ રાખીને આરોપીઓએ ફરિયાદી તથા તેના ભાઈ સંજયને ગાળો આપી હતી અને લોખંડના પાઇપ વડે માથામાં માર મારી ઈજા કરી હતી તેમજ નિલેશભાઈએ ધારિયું મારીને ઇજા કરી છે જેથી આ બનાવ સંદર્ભે કરેલ ફરિયાદના આધારે પોલીસે ગુન્હો નોંધીને આરોપીઓને પકડવા માટેની તજવીજ શરુ કરી છે.