કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

ધોરણ 10-12 બોર્ડની પરીક્ષાઓ આજથી શરૂ

હેલ્પલાઈન નંબર 1095
પોલીસ સ્ટેશનેથી

ગુજરાત બોર્ડ ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ આજે સોમવાર (11 માર્ચ 2024) થી શરુ થવા જઈ રહી છે. જે 26 માર્ચ સુધી ચાલશે. આ વર્ષે ગુજરાત બોર્ડની પરીક્ષા માટે 15.20 લાખથી વધારે વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કર્યું છે. બોર્ડની પરીક્ષાના પેપર રાજ્યના તમામ જિલ્લાના સ્ટ્રોંગ રુમ સુધી પહોંચાડી દીધા છે. કોઈ પણ પ્રકારના છબરડા વિના પરીક્ષા કરાવવા માટે પોલીસકર્મીની તૈનાતી કરી છે.

બોર્ડના પેપર સ્ટ્રોન્ગ રુમથી પરીક્ષા સેન્ટર સુધી પોલીસકર્મીઓની સુરક્ષામાં સવારે 8 વાગ્યા સુધીમાં પહોંચાડી દેવામાં આવશે. પેપર સ્ટ્રોન્ગ રુમથી પરીક્ષા સેન્ટર સુધી પહોંચાડવા માટે શિક્ષણ વિભાગ દ્વારા PATA મોબાઈલ એપ્લીકેશનનો ઉપયોગ કરવામાં આવે છે. જેના દ્વારા પેપર સહિત સામગ્રી ટ્રેક થાય છે અને પેપરના સીલ ખોલવાથી લઈને પહેલા ફોટો PATA એપ્લીકેશનમાં અપલોડ કરવાના હોય છે.

ગેલેક્સી હોસ્પિટલમાં જનરલ ફિજીશીયન ડો. વિનીત રાજપૂતની સેવાનો પ્રારંભ

ગુજરાતમાં 10 માં ધોરણની પરીક્ષા રાજ્યના 84 ઝોનમાં 981 સેન્ટર્સ પર આયોજીત થશે. જ્યારે 12માં કોમર્સ અને સાયન્સની પરીક્ષા રાજ્યના 56 ઝોનમાં 663 સેન્ટર પર આયોજીત થશે. તમામ પરીક્ષા સેન્ટર્સ પર તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. પરીક્ષાના એક દિવસ પહેલા વિદ્યાર્થીઓને પોતાની બેઠક વ્યવસ્થા જોવાની છૂટ આપવામાં આવે છે.

બોર્ડ પરીક્ષામાં 2.95 લાખ રિપીટર વિદ્યાર્થીઓ બેસશે

ગુજરાત બોર્ડજ પરીક્ષામાં આ વર્ષે 10માં ધોરણમાં 9.20 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસશે. જેમાંથી 1.65 લાખ રિપીટર વિદ્યાર્થી છે. આ ઉપરાંત 12માં કોમર્સ સ્ટ્રીમમાં 4.90 લાખ વિદ્યાર્થીઓ બોર્ડ પરીક્ષા આપશે. જેમાંથી 75 હજાર રિપીટર સ્ટૂડેન્ટ્સ સામેલ છે. આવી જ રીતે 12માં સાયન્સ પરીક્ષામાં 1.30 લાખ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કર્યું છે. તો વળી ધોરણ 10 બોર્ડ પરીક્ષામાં 73 કેદી અને 12માં ધોરણની 57 કેદી સહિત કુલ 130 કેદીઓ ચાર જેલમાં બોર્ડની પરીક્ષાના સેન્ટર બનાવ્યા છે.

ગુજરાત બોર્ડની 10માં ધોરણની પરીક્ષાનો સમય સવારે 10.00 વાગ્યાથી બપોરના 1.15 વાગ્યા સુધી રહેશે. 12માં ધોરણ કોમર્સ સ્ટ્રીમની પરીક્ષાનો સવારે અને બપોરે અલગ અલગ સમયે લેવામાં આવશે. જેમાં સવારનો સમય 10.30 વાગ્યાથી 1.45 વાગ્યા અને બપોરનો સમય 3.00થી 6.15 સુધીનો રહેશે. આવી જ રીતે સાયન્સ સ્ટ્રીમ ધોરણ 12ની પરીક્ષાનો ટાઈમ 11 માર્ચથી શરુ થશે જે 22 માર્ચ સુધી રહેશે. તેનો સમય બપોરે 3.00 વાગ્યાથી સાંજના 6.30 સુધી રહેશે. જો કોઈ વિદ્યાર્થી મોટા શહેરમાં ટ્રાફિક જામમાં ફસાઈ જાય તો, હેલ્પલાઈન નંબર 1095 પર મદદ લઈ શકશે.

પોલીસ સ્ટેશનેથી

ટ્રાફિક નિયમના ઉલ્લંઘન:
(1) રંગપરના નરેશ ખીમાભાઇ ગાંગીયા (2) મહિકાના ઇકબાલ ઉસ્માનભાઈ પઠાણ અને (3) પાજના ધનજી ચોંડાભાઇ ઝાપડા સામે ટ્રાફિક નિયમના ઉલ્લંઘન સબબ પોલીસ કાર્યવાહી
પીધેલ:
વાંકાનેર વીસીપરા રામા મંદિર પાસે રહેતા રાજુ વિહાભાઈ બાવરીયા પીધેલ પકડાયા
દારૂ સાથે:
(1) કોઠારીયા જડેશ્વર ચોકડી પાસે ઝુંપડામાં રહેતા વિક્રમ અમજીભાઈ વાઘેલા પાસેથી દેશી દારૂ મળી આવતા પોલીસ કાર્યવાહી

Content Copying Forbidden !!

error: Content is protected !!