પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા વર્ષ 2014માં સ્વચ્છ ભારત મિશનની શરૂઆત કરી હતી. આ અંતર્ગત સીએમ ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર દ્વારા આજથી 24 તીર્થસ્થાનમાં સફાઈ અભિયાન શરૂઆત કરવામાં આવી છે. જેને પગલે મોરબી જિલ્લામાં પણ માટેલ ગામ ખાતે સફાઈ અભિયાન હાથ ધરાયુ હતું.
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર જિલ્લા કલેકટર પંડ્યાની સૂચનાથી મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં આવેલ માટેલ ગામ ખાતેના ખોડિયાર મંદિરેથી સફાઈ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં ડેપ્યુટી કલેકટર શેરશીયા, ચીફ ઓફિસર ગીરીશ સરૈયા સહિતના અગ્રણીઓ દ્વારા મંદિરની સફાઈ કરવામાં આવી હતી. આ તકે માટેલ ગામના સરપંચ મુન્નાભાઈ દુધરેજીયા અને મંદિરના ટ્રસ્ટીગણ દ્વારા મોરબી જિલ્લા કલેકટરનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.