કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

કાનપર શાળામાં સ્વચ્છતા અને વૃક્ષારોપણ રેલી

વાંકાનેર: તા. 2/8 ના જિલ્લા વિકાસ અધિકારી સાહેબની સૂચના મુજબ કાનપર પ્રાથમિક શાળા કક્ષાએ સ્વચ્છતા અને વૃક્ષારોપણ અંતર્ગત રેલીનું આયોજન કરવામાં આવ્યું. જેમાં બાળકોએ સ્વચ્છતા અને વૃક્ષોનું મહત્વ ની સમજ આપતા વિવિધ સૂત્રાચારો કર્યા . જેવા કે (1) મારું ગામ, સ્વચ્છ ગામ. (2) મારી શાળા, સ્વચ્છ શાળા. (3) સ્વચ્છતા ત્યાં પ્રભુતા. (4) જ્યાં જ્યાં ગંદવાળ ત્યાં ત્યાં મંદવાળ. (5) વૃક્ષો વાવો વરસાદ લાવો. (6) એક પેડ, મા કે નામ. (7) વૃક્ષો વાવો પર્યાવરણ બચાવો. (8) વૃક્ષ વાવવાનો કરો વિચાર, વૃક્ષ છે જીવનનો આધાર. ગામના જાહેર રસ્તાઓ પર રેલી દ્વારા લોકોને સ્વચ્છતા અને વધુ વૃક્ષો વાવવાનું મહત્વ સમજાવવામાં આવ્યું.

“બેગ લેસ ડે અંતર્ગત “શાળા કક્ષાએ યોજાતા વિવિધ કાર્યક્રમો અન્વયે આજના શનિવારે બાળકો દ્વારા માનવ જીવનમાં વૃક્ષોનું મહત્વ અને વૃક્ષોની ઉપયોગીતા બાબતે વિશેષ ભાર મૂકવામાં આવ્યો.
“એક પેડ મા કે નામ” કાર્યક્રમ અંતર્ગત માનનીય જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી  ના પત્ર અન્વયે શાળા કક્ષાએથી જ બાળકોને વૃક્ષના રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. તથા બાળકોએ તેમની માતા ના નામે, બાળકોએ પોતાના ઘરે અથવા ખેતરે , વાડીએ માતાને સાથે રાખી વૃક્ષો વાવ્યા અને તેનું જતન કરવાના સંકલ્પો લીધા છે.

આમ વૃક્ષનું માનવ જીવનમાં શું મહત્વ છે?  વધુ વરસાદ લાવવા, વાતાવરણનું તાપમાન મેન્ટેન રાખવા, સજીવ સૃષ્ટિના વિકાસ માટે , શુદ્ધ ઓક્સિજન વાયુ માટે, રણને આગળ વધતું અટકાવવા માટે , વિવિધ ઔષધીઓ માટે, વગેરે ,વગેરે મહત્વની બાબતો ધ્યાને લઈ વધુ વૃક્ષારોપણ કરવા સૌને આહવાન કરવામાં આવેલ .  “વૃક્ષ વિનાના વિશ્વની” કલ્પના કરી વૃક્ષનું જતન કરવાની સૌએ નેમ લીધી.

વૃક્ષોની પર્યાવરણ સંવર્ધન અને માનવ મૂલ્ય માટે શું જરૂરીયાત છે એનું મહત્વ સમજાવવામાં આવ્યું તથા સ્વચ્છતા થી થતા ફાયદાઓ વિશેની સમજ પ્રાર્થના સભામાં આપવામાં આવી.

વૃક્ષારોપણ, રેલી તથા બેગલેસ ડે  વિવિધ કાર્યક્રમોમાં શાળાના શિક્ષકોએ ખૂબ મહેનત ઉઠાવી હતી. વૃક્ષના રોપા લઇ આવવામાં ગ્રામ પંચાયત સદસ્ય તથા એસ.એમ.સી .સભ્યોએ વાહન વ્યવસ્થા કરેલ હતી. ઇકો ક્લબ વિભાગ સંભાળતા શાળાના શિક્ષિકા મકવાણા અંજુબેન ભલજીભાઈએ આ કાર્યક્રમને સફળ બનાવવા વિશેષ જેહમત ઉઠાવી હતી.

Content Copying Forbidden !!

error: Content is protected !!