આગામી તારીખ ૨૩ થી ૨૬ ઓગસ્ટમાં ગુજરાતમાં ભારે વરસાદ થશે
આગાહીકાર અંબાલાલ પટેલની ગુજરાતમાંથી ગુમ થયેલા વરસાદ અંગેની આગાહી આવી છે. અંબાલાલ પટેલે ભવિષ્યવાણી કરી હતી કે આગામી તારીખ 23 થી 26 ઓગસ્ટના રોજ ગુજરાતમાં ભારે વરસાદ પડશે. કારણ કે બિહાર અને બંગાળ તરફનું લો પ્રેશર મધ્યપ્રદેશ અને ગુજરાતમાં રહેશે. અરબી સમુદ્ર મજબૂત બનશે, રાજ્યમાં ભારે વરસાદની સંભાવના છે. ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે. 26મી પછી વધુ એક સિસ્ટમ સક્રિય થશે. સપ્ટેમ્બરના દિવસે અને ગણેશ ચતુર્થીના દિવસે પણ વરસાદની સંભાવના રહેશે…

ફોરકાસ્ટર અંબાલાલ પટેલ દ્વારા આગાહી
અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે 14 ઓગસ્ટ સુધી રાજ્યમાં વરસાદી ઝાપટા પડશે. દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડશે. પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.
