કોલ્ડ વેવમાં ધ્યાનમાં લેવા જેવી બાબતોઃ હવામાન વિભાગે આપેલી ગાઈડલાઈન્સને ફોલો કરજો
ગુજરાતમાં સતત ઠંડીનું જોર વધી રહ્યું છે. ઠંડી કરતા વધારે અહેસાસ લોકોને સુસવાટા મારતા પવનને કારણે થાય છે. ઠંડા પવનોને કારણે ઠંડીની તિવ્રતા વધારે હોય એવું પણ લાગે છે. હવામાન વિભાગની આગાહી મુજબ હજી પણ ઠંડીનો ચમકારો વધી શકે છે. ખાસ કરીને ઉત્તરાયણના દિવસે પવન કેવો રહેશે તે જાણવામાં લોકોને વધારે રસ હોય છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજયના સૌરાષ્ટ્ર ઝોનમાં કોલ્ડ વેવની આગાહી કરવામાં આવી છે. જેને કારણે જામનગર, પોરબંદર, દેવભૂમિ-દ્વારકા, ગીર-સોમનાથ સહિતના દરિયાઈ પટ્ટો ધરાવતા જિલ્લાઓમાં કાતિલ ઠંડીનો અહેસાસ થશે.
ખાસ કરીને ઉત્તરાયણ પર પણ કોલ્ડવેવની આગાહી યથાવત રહેશે. કોલ્ડવેવના કારણે દિવસ દરમિયાન પવનની ગતિવધારે રહેશે. જેને કારણે પતંગ રસિયાઓને રસ પડશે. કોલ્ડવેવથી વધુ પડતી ઠંડીને કારણે વહેલી સવારે ઝાકળવાળું વાતાવરણ પણ જોવા મળશે. જેને કારણે વિઝિબિલિટી ઓછી થઈ જવાથી વાહનચાલકો અને રાહદારીઓને તકલીફ પડી શકે છે.
કોલ્ડ વેવમાં ધ્યાનમાં લેવા જેવી બાબતોઃ
(1) મીટન્સ વધુ હૂંફ અને ઇન્સ્યુલેશન પ્રદાન કરે છે, તેથી આંગળીઓ માટે ગ્લવ્સ કરતા મીટન્સ પસંદ કરો. (2) ફેફસાને સુરક્ષિત રાખવા માટે મોંઢા અને નાકને ઢાંકો (3) સ્વસ્થ ખોરાક લો. રોગપ્રતિકારક શક્તિ જાળવી રાખવા માટે વિટામીન- સી થી ભરપૂર ફળો-શાકભાજી ખાઓ. (4) ગરમ પ્રવાહી પીઓ, જે ઠંડી સામે લડવા માટે શરીરની ગરમી જાળવી રાખશે. (5) જરૂરિયાત અનુસાર રૂમને ગરમ કરવા માટે રુમ હીટરનો ઉપયોગ કરો. (6) દારૂ શરીરનું તાપમાન ઘટાડે છે તેથી દારૂનું સેવન ન કરવું. (7) ધ્રુજારી થતી હોય તો ઘરની અંદર રહો, કારણ કે ધ્રુજારી શરીર ગરમી ગુમાવી રહ્યું હોવાના પ્રથમ સંકેત છે.
કોલ્ડવેવથી બચવા શું કરવું?
(1) હવામાન વિભાગે આપેલી ગાઈડલાઈન્સને ફોલો કરવી. (2) શક્ય તેટલું ઘરની અંદર રહો અને ઠંડા પવન વરસાદ, બરફના સંપર્કમાં આવવાથી બચવા માટે મુસાફરી ઓછી કરો. (3) ઢીલા ફિટિંગના બહુવિધ સ્તરો સાથેના કપડા પહેરવાનું રાખો (3) હલકો ભારે કપડાંના એક સ્તરને બદલે બહારથી વિન્ડપ્રૂફ નાયલોન કોટન અને અંદરના ગરમ ઊનના કપડાં ચુસ્ત કપડાં પહેરો. (4) ચુસ્ત કપડાં રક્ત પરિભ્રમણ ઘટાડે છે, તેથી ફિટ કપડાં પહેરવાનું ટાળો (5) તમારી જાતને તમારી ત્વચાને શુષ્ક રાખો. જો ભીનું હોય તો તમારું માથું ગરદન, હાય અને અંગૂઠાને પૂરતા પ્રમાણમાં ઢાંકો.