તા.16 ઓકટોબર 2024 સુધી રહેશે પ્રતિબંધ
વાંકાનેર : વાંકાનેર શહેરમાં વાહનોની સંખ્યામાં વધારો થયો હોવાથી તેમજ ટ્રાફિક નિયમન અને જાહેર હિતાર્થે ભારે વાહનોની પ્રવેશબંધી માટે જિલ્લા મેજીસ્ટ્રેટ કે.બી.ઝવેરી દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
આ જાહેરનામા અનુસાર વાંકાનેર શહેરમાં પ્રવેશતા રોડ પર દિવાનપરા અમરસિંહજી બાપુના સ્ટેચ્યૂ ચોકથી માર્કેટ ચોક (પુલ દરવાજા), ભમરીયા કૂવા, લક્ષ્મીપરા ચોક, ધર્મ ચોક, જીનપરા ચોક નેશનલ હાઇવે તરફથી વાંકાનેર શહેરની અંદર પ્રવેશી શકાશે નહી. રાજકોટ રોડ
સ્વામી વિવેકાનંદ સ્ટેચ્યુથી 25 વારીયા લક્ષ્મીપરા ચોક, ધર્મ ચોક, જીનપરા ચોક નેશનલ હાઈવે તરફથી વાંકાનેર શહેરની અંદર પ્રવેશી શકાશે નહીં. જીનપરા ચોક, નેશનલ હાઇવેથી સીટી સ્ટેશન રોડ ગ્રીન ચોક મેઇન બજાર, ચાવડી ચોક, હરિદાસ રોડ, માર્કેટ ચોક(પુલ
દરવાજા), અમરસિંહજી બાપુના સ્ટેચ્યુ વાંકાનેર શહેરમાંથી બહાર રાજકોટ તરફ જઈ શકાશે નહીં. જીનપરા ચોક નેશનલ હાઇવેથી ધર્મચોક લક્ષ્મીપરા ચોક ૨૫ વારીયા સ્વામી વિવેકાનંદ સ્ટેચ્યુ રાજકોટ તરફ જઈ શકાશે નહીં. આ માર્ગો પર તા.16-10-2024 સુધી સવારના 8
કલાકથી રાત્રીના 21 કલાક સુધી ભારે વાહનોને પસાર થવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
સૌ પ્રથમ અને સીધા જ તમારા મોબાઈલમાં સમાચાર વાંચવા
