કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

ફાયરીંગ બટની આજુબાજુના વિસ્તારમાં પ્રવેશબંધી

હોટલ માલિકો માટે કલેક્ટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ

મુસાફરોની વિગત પથિક સોફટવેરમાં નોંધી અપલોડ કરવાની રહેશે

મોરબી જિલ્લા ખાતે આંતરરાષ્ટ્રીય દરિયાઈ માર્ગથી કોલસા-મીઠાની મોટાપાયે આયાત-નિકાસ થાય છે, મોરબી જિલ્લો ઔધોગિક દ્રષ્ટિએ ખુબ જ મહત્વપૂર્ણ ગણાય છે. જેમાં દેશ-વિદેશથી મોટા પ્રમાણમાં સીરામીક ટાઇલ્સ ખરીદી માટે વેપારીઓ તથા પ્રવાસીઓની અવર-જવર ચાલુ રહે છે.

ઉપરાંત લઘુ ઉદ્યોગોમાં મોરબી શહેર મોખરે છે. તેથી સમગ્ર મોરબી જિલ્લામાં કાયદા-વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે, અગત્યના ઇનપુટો બાબતે મહત્વની માહિતી મળી રહે તે માટે ‘પથિક’ સોફ્ટવેરની અમલવારી માટે મોરબી જિલ્લા મેજીસ્ટ્રેટ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

મોરબીના કલેક્ટર દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામામાં જણાવ્યા અનુસાર મોરબી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તમામ હોટલો-ગેસ્ટ હાઉસ ખાતે પ્રાંત, રાજ્ય, દેશ, વિદેશથી આવતા તમામ મુસાફોરોની વિગત પથિક સોફ્ટવેરમાં હોટલના માલિક કે સંચાલકોએ નોંધીને અપલોડ કરવાની રહેશે. સ્વાતંત્ર્ય દિન નિમિત્તે કિડ્સ પેલેસ- રાજકોટ તરફથી શુભેચ્છા

આ સોફટવેરમાં ડેટા એન્ટ્રી કરવા માટે મોરબી પોલીસ અઘિક્ષકની કચેરી, શોભેશ્વર રોડ, જિલ્લા સેવા સદનની બાજુમાં એ-વિંગ, ત્રીજો માળ, રૂમ નં.206, એસ.ઓ.જી. શાખા ખાતેથી હોટલ સંચાલક તેમજ માલિકે હોટલની વિગતો રજૂ કરીને યુઝર આઈ-ડી અને પાસવર્ડ સત્વરે મેળવી લેવાના રહેશે. આ જાહેરનામું આગામી તા. 23-11-2025 સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનારી વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા-2023 ની કલમ-223 હેઠળ શિક્ષાને પાત્ર રહેશે.

Content Copying Forbidden !!

error: Content is protected !!