વાંકાનેર: વાંકાનેર-ચોટીલા બાઉન્દ્રી પાસે નિર્માણધીન શ્રી રામધામ ખાતે આગામી તા.21-8-23ને શ્રાવણસુદ પાંચમને શ્રાવણમાસના પ્રથમ સોમવારના રોજ (આજે) શ્રી રામધામ ખાતેના વિશાળ પટાગંણમાં આવેલ શ્રી ઋષિમુનિઓએ જયાં તપસ્યા કરી ચુકયા છે, તે વર્ષો પુરાણું દેવોના દેવ શ્રી રામેશ્વર મહાદેવ મંદિરનો ર્જીણાધાર થકી નિર્માણકાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જે વીસ ફુટ ઉંડા પાયાનું કામ પુર્ણ થતાની સાથે જ મંદિર નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે.
આ તકે ધ્રાંગધ્રાના શીલ્પી ઘનશ્યામભાઈ સોમપુરા એન્ડ સન્સ દ્વારા નિર્માણ કાર્ય માટે ઘડાયેલા પથ્થર લઈ આજે શ્રી રામધામ ખાતે આવી પહોચશે, ત્યારબાદ ગોંડલ રામજી મંદિરના ગાદીપતિ મહંતશ્રી જયરામદાસજી મહારાજ તેમજ શ્રી રામધામના સ્વપ્ન દ્રષ્ટા અને રઘુવંશી સમાજના એકમાત્ર ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, દ્રષ્ટીઓ, ઉપસ્થિત ગામે ગામથી પધારેલ રઘુવંશી પરિવારોની ઉપસ્થિતિમાં વૈદીક મંત્રોચ્ચાર સાથે શાસ્ત્રોકત વિધીબાદ પુજય જયરામદાસનું મહારાજના વરદ હસ્તે મંદિર નિર્માણકાર્યનો પ્રારંભ થશે.
ઉપરોકત કાર્યક્રમ પુર્ણ થયા બાદ શ્રીરામજી મંદિરના ગાદીપતિ મહંતશ્રી જયરામદાસજી મહારાજના મુખેથી ઉપસ્થિત તમામ લોકોને આર્શિવચન આપવામાં આવશે, ત્યારબાદ શ્રીરામધામ ખાતે મહાઆરતીનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. ઉપસ્થિત તમામ રઘુવંશી પરિવારો માટે મહાપ્રસાદનો પ્રારંભ થશે; ત્યારે ઉપરોકત કાર્યક્રમની તૈયારીઓમાં રાજકોટ, મોરબી, વાંકાનેર, થાન, ટંકારા, ચોટીલા, તાલાલા, જસદણ, સુ.નગર, ધ્રાંગધ્રા વિસ્તારના કાર્યક્રમો દ્વારા તૈયારીઓનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યા છે. આગામી તા.21-8-23ને શ્રાવણ માસના પ્રથમ સોમવારે સવારે કરતા તમામ રઘુવંશી (લોહાણા) ઉપસ્થિત રહેવા અને પવિત્ર શ્રાવણમાસ હોય મહાદેવજીની પ્રિય સોમવાર હોય શ્રીરામેશ્વર મહાદેવ મંદિર નિર્માણ કાર્ય શરૂ થતું હોવાથી દરેક રઘુવંશી પરિવારોએ આ લાભ લેવા અવસ્ય પધારવા શ્રી રામધામ દ્રષ્ટ (જાલીડા) દ્વારા જાહેર આમત્રણ પાઠવવામાં આવ્યું છે. આ ઉપરાંત બહારગામથી આવતા રઘુવંશી પરિવારો માટે ચા-પાણી નાસ્તો તથા રાત્રિ રોકાણ માટે પણ સુવિધા ઉભી કરવામાં આવી છે. ઉપરોકત કાર્યક્રમને આખરી આપવા શ્રીરામધાન દ્રષ્ટના દ્રષ્ટીઓ હસુભાઈ ભગદેવ, ભીખાલાલ પાઉ, ગિરીશભાઈ કાનાબાર, પરેશભાઈ વિઠ્ઠલાણી તથા પ્રતાપભાઈ કોટક દ્વારા તમામ રઘુવંશી પરીવારોને પધારવા તથા કાર્યક્રમ પુર્ણ થયા બાદ મહત્વની કારોબારીનું આયોજન પણ કરવામાં આવેલ છે. જેમાં વિવિધ અગત્યના નિર્ણયઓ જેવા ડે.શ્રીરામધામ નિર્માણને વેગવંતુ કરવું દરેક ગામોમાં કમીટીની નિમણુંક કરવી.
તેમજ દરેક સેન્ટરોમાં બહેનોની કમીટીની રચના કરવી વિગેરે બાબતે શ્રીરામધામના સ્વપ્ન દ્રષ્ટા અને ધારાસભ્ય જીતુભાઈ સોમાણી તથા તમામ દ્રષ્ટીઓની ઉપસ્થિતીમાં એક મહત્વની મીટીંગનું પણ સુંદર આયોજન કરવામાં આવેલછે. કાર્યક્રમને સફળ બનાવવા આનંદભાઈ મહેતા, પરેશભાઈ કાનાબાર, નિલેશભાઈ (મામદલાલ) શૈલેષભાઈ પોબારૂ (રાજકોટ) તથા તેમની ટીમ તેમજ વિનુભાઈ કાનાબાર, મુકેશભાઈ ખખ્ખર (ચોટીલા) બકાભાઈ (હળવદ) તથા તેમની ટીમ તેમજ વાંકાનેર લોહાણા મહાજન પ્રમુખ કાકુભાઈ મોદી, યુવક મંડળના પ્રમુખ ધર્મેશભાઈ આશ્રમના મુનાભાઈ બુદ્ધદેવ, સુનિલભાઈ ખખ્ખર, શ્યામભાઈ કોટક, અંધ-અપંગ ગૌ આશ્રમના મુનાભાઈ બુદ્ધદેવ, મહેશભાઈ રાજવીર, ગિરીશભાઈ કાનાબાર તેમજ વાંકાનેર સોશ્યલ ગ્રુપના હોદેદારો તથા ટંકારાના ભાવિનભાઈ સેજપાલ, રીનીષભાઈ કકકડ, ગોપાલભાઈ કટારીયા સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે. આ નિર્માણ કાર્યમાં નિ:શુલ્ક સેવા આપતા આર્ટીટેક હર્ષિતભાઈ સોમાણી તથા વિજયભાઈ સવજાણી, પણ આ નુતન મંદિર નિર્માણ સમટો ખાસ ઉપસ્થિત રહેશે. (તસ્વીર: લિતેશ ચંદારાણા-વાંકાનેર)