વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન દ્વારા 422800 ની મત્તા પરત અપાઈ
વાંકાનેર: “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન દ્વારા સરાહનીય કામગીરી હાથ ધરવામાં આવી છે. વાંકાનેર સીટી પોલીસ સ્ટાફે અરજદારોના ખોવાયેલા તથા ચોરાયેલા મોબાઇલ ફોન અને રોકડ રકમ શોધી પરત આપવાનો પ્રયાસ હાથ ધર્યો હતો.


CEIR પોર્ટલ નો અસરકારક ઉપયોગ કરી ખોવાયેલા મોબાઇલની એન્ટ્રી કરી સતત મોનીટરીંગ રાખી ટેકનીકલ વર્કઆઉટ દ્વારા સફળતા મેળવી હતી. અત્રેના સર્વેલન્સ સ્ટાફના સહયોગથી કુલ ૧૨ જેટલા મોબાઇલ ફોન (કિંમત આશરે રૂ. ૧,૭૮,૮૦૦/-) તથા ચોરાયેલ રોકડ રૂપિયા રૂ. ૨,૪૪,૦૦૦/- શોધી કાઢી અરજદારોને પરત અપાયા હતા. વાંકાનેર સીટી પોલીસની આ કામગીરીથી અરજદારોમાં ખુશીની લાગણી વ્યાપી ગઈ હતી. પોલીસ વિભાગ દ્વારા “પોલીસ પ્રજાની મિત્ર છે” એ સૂત્રને વાસ્તવિક અર્થમાં સાર્થક કરવામાં આવ્યું છે…